Jio ની ભેટ, લોન્ચ કર્યો સૌથી સસ્તો ડેટા પ્લાન, 51 રૂપિયામાં મળશે 5G ઈન્ટરનેટ

Sat, 06 Jul 2024-3:27 pm,

Jio એ પોતાના પ્લાન્સની કિંમતોમાં ફેરફાર કર્યો છે. ત્યારબાદ ઘણા પ્લાન્સ મોંઘા થઈ ગયા છે. આજે અમે તમને જિયોના સસ્તા પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ, જેનો લાભ તમે ઉઠાવી શકો છો. 

જિયોનો 51 રૂપિયાવાળો પ્લાન તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં 3જીબી 4જી ડેટા ઓફર કરવામાં આવે છે અને અનલિમિટેડ 5જી ડેટા આપવામાં આવી રહ્યો છે.   

જો તમે આ 51 રૂપિયાનો પ્લાન ખરીદો છો તો તમારી પાસે 1.5જીબી ડેલી પ્લાન એક્ટિવ હોવો જોઈએ. ત્યારબાદ તમને આ પ્લાનના બેનિફિટ્સ મળવાના છે. 

આ પ્લાન તેવા યૂઝર્સની પ્રથમ પસંદ હોય છે જે ઓછી કિંમતમાં વધુ બેનિફિટ્સવાળા પ્લાન શોધે છે. તેમાં મળનાર બેનિફિટ્સ બધાને ખુબ પસંદ આવે છે. તમારા માટે પણ આ પ્લાન બેસ્ટ સાબિત થઈ શકે છે. 

Jio એ ઘણા પ્લાન્સને ડિલીટ કરી દીધા છે. તેમાં 2545 રૂપિયાવાળો પ્લાન પણ સામેલ છે. તેમાં દરરોજ 1.5 જીબી ડેટા ઓફર કરવામાં આવતો હતો. પરંતુ હવે આ પ્લાન યૂઝર્સને મળશે નહીં.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link