જિયોનો 90 દિવસવાળો સસ્તો પ્લાન, કંપની આપી રહી છે 180GB ઈન્ટરનેટ ડેટા

Sun, 18 Feb 2024-3:26 pm,

રિલાયન્સ જિયો દેશની નંબર વન ટેલીકોમ કંપની છે. દેશભરમાં જિયોના આશરે 44 કરોડથી વધુ યૂઝર્સ છે. કંપનીએ પોતાના ગ્રાહકો માટે રિચાર્જ પ્લાન્સને ઘણી કેટેગરીમાં ડિવાઇડ કરી રાખ્યા છે, જેમાં સસ્તા અને મોંઘા બંને પ્રકારના પ્લાન્સ હાજર છે. જિયોના લિસ્ટમાં શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ પ્લાન પણ છે. તમે તમારી જરૂરીયાત પ્રમાણે પ્લાનની પસંદગી કરી શકો છો. 

જો તમે જિયો ગ્રાહક છો અને લોન્ગ ટર્મવાળો પ્લાન શોધી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને કંપનીના એક એવા પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ, જેમાં તમને સસ્તા રિચાર્જ પર લાંબી વેલિડિટી મળે છે. આ સાથે કંપની ભરપૂર ડેટા પણ ઓફર કરે છે. આવો જિયોના આ સ્પેશિયલ પ્લાન વિશે જાણીએ..

રિલાયન્સ જિયોના જે પ્લાનની અમે વાત કરી રહ્યાં છીએ તે 749 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે. જિયોનો આ પ્લાન Most Loved Plans ના લિસ્ટમાં સામેલ છે. આ પ્લાન તે યૂઝર્સ માટે પરફેકક્ટ છે જે લાંબી વેલિડિટી ઈચ્છે છે કે પછી તેને વધુ ડેટાની જરૂર પડે છે. જિયોના 749 રૂપિયાના પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળે છે. તમે 90 દિવસ સુધી કોઈપણ નેટવર્કમાં ફ્રી કોલિંગ કરી શકો છો.   

જિયોના આ પ્લાનમાં 180GB ઈન્ટરનેટ ડેટા મળે છે, એટલે કે દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે. કંપની આ પ્લાનમાં દરરોજ 100 SMS નો ફાયદો પણ આપી રહી છે. જિયો ગ્રાહકોને આ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

તમને જણાવી દઈએ કે જો તમારે વધુ ડેટાની જરૂર પડે તો તમે જિયોનો 749 રૂપિાનો પ્લાન લઈ શકો છો. આ પ્લાનમાં કંપની ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી ઓફર કરે છે. આ સાથે તેમાં ડેલી 2જીબી ડેટાની સાથે એક્સ્ટ્રા 42GB  ડેટા ફ્રી મળે છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link