અંબાણી પરિવારની વહુઓની સુંદરતા સામે તો બોલીવુડ અભિનેત્રીઓ પણ પાણી ભરે! જુઓ ગ્લેમરસ Photos

Wed, 01 Nov 2023-8:42 am,

મુંબઈમાં મંગળવારની સાંજ ઝાકમઝોળ રહી. જિયો વર્લ્ડ પ્લાઝાની ઓપનિંગ ઈવેન્ટમાં અનેક હસ્તીઓ જોવા મળી. પરંતુ લોકોની નજર તો જ્યારે અંબાણી પરિવારની વહુઓએ એન્ટ્રી કરી ત્યારે ત્યાં જ ચોંટી ગઈ. નીતા અંબાણી અને મુકેશ અંબાણીની વહુ શ્લોકા મહેતા સિલ્વર શોર્ટ ડ્રેસ પહેરીને આવી ત્યારે કોઈ ઢીંગલીથી જરાય કમ ન હતી લાગતી. 

શ્લોકા મહેતા જિયો વર્લ્ડ પ્લાઝા ઓપનિંગ ઈવેન્ટમાં શિમરી શોર્ટ વન પીસ પહેરીને આવેલી જોવા મળી. શ્લોકાએ સાથે મેચિંગ જ્વેલરી અને હીલ્સ પહેર્યા હતા. ઓપન હેર્સમાં શ્લોકા મહેતા ખુબ જ સુંદર લાગતી હતી. 

શ્લોકાએ જિયો વર્લ્ડ પ્લાઝા ઓપનિંગ ઈવેન્ટમાં પતિ આકાશ અંબાણી સાથે કેમેરા સામે સારા એવા પોઝ પણ આપ્યા. 

શ્લોકા મહેતા સાથે અંબાણી પરિવારની ભાવિ વહુ રાધિકા મર્ચન્ટે જિયો વર્લ્ડ પ્લાઝા ઓપનિંગ ઈવેન્ટમાં બ્લેક કલરનો ઓફ શોલ્ડર વન પીસ ડ્રેસ પહેર્યો હતો. રાધિકા મર્ચન્ટે ઈવેન્ટ માટે વન પીસ ડ્રેસ સાથે વાળ બાંધ્યા હતા અને હેડ પર એક ડાયમંડ લુક બેંડ કેરી કર્યો હતો. રાધિકાએ બ્લેક ડ્રેસ સાથે સિલ્વર શિમરી બેગ અને હિલ્સ કેરી કર્યા હતા. 

શ્લોકા અને રાધિકા સાથે નીતા અંબાણીનો લુક પણ જોવા લાયક હતો. નીતા અંબાણીએ સી ગ્રીન કલરનો ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો હતો. જ્યારે નીતા અંબાણી અને મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી બ્લેક કલરના લોંગ સ્કર્ટમાં ખુબ જ સુંદર લાગતી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link