ભારતની સૌથી અમીર હિરોઈન કોણ? પૈસો એટલો કે ઐશ્વર્યા, દીપિકા-પ્રિયંકા બધા પાછળ...ઓળખી આ ગુજરાતની વહુને
ખાસ વાત એ છે કે આ હસીના ટોપ પર છે પરંતુ તેણે 10 વર્ષમાં એક પણ હીટ ફિલ્મ આપી નથી. એટલું જ નહીં બોક્સ ઓફિસ પર તેની છેલ્લી રિલીઝ 2023ની ફિલ્મ છે. આ અભિનેત્રી છે 90ના દાયકાની ચુલબુલી નટખટ અભિનેત્રી જૂહી ચાવલા.
Hurun એ વર્ષ 2024ની સૌથી ધનાઢ્ય અભિનેત્રીઓની યાદી જાહેર કરેલી છે. જેમાં જૂહી ચાવલાનું નામ ભારતની સૌથી અમીર હિરોઈનની યાદીમાં આવે છે. આ રિપોર્ટ મુજબ જૂહીની નેટવર્થ 4600 કરોડ છે. જે કોઈ પણ જૂનિયર કે પછીતેની કો-એક્ટ્રેસમાં સૌથી વધુ છે. જૂહી બાદ બીજા નંબરે એશ્વર્યા રાયનું નામ આવે છે. જેની કુલ નેટવર્થ 850 કરોડ છે.
આ યાદીમાં ત્રીજા નંબરે પ્રિયંકા ચોપડા જેની કુલ નેટવર્થ 650 કરોડ રૂપિયા કહેવાઈ છે. આ ઉપરાંત આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણના નામ પણ ટોપ 5માં સામેલ છે. જેમના પોતાના બિઝનેસ પણ છે.
જૂહી ચાવલા 90ના દાયકાની ટોચની અભિનેત્રી રહી ચૂકી છે. છેલ્લા કેટલાક સમયથી તેણે ભલે ફિલ્મો કરી છે પરંતુ ખાસ ચાલી નથી. છેલ્લી હિટ ફિલ્મ લક બાય ચાન્સ હતી જે વર્ષ 2009માં આવી હતી.આવામાં બની શકે કે તમને એમ થાય કે જૂહી ચાવલાની આવકનો સોર્સ શું હશે.
જૂહી ચાવલા અભિનેત્રી હોવાની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે. જૂહીનો પૈસો શાહરૂ ખાન અને ગૌરીની રેડ ચિલિઝમાં પણ લાગેલો છે. આ સાથે જે આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં કો-ઓનર પણ છે. તદ ઉપરાંત જૂહીનો પૈસો પતિ જય મહેતા સાથે અનેક રિયલ એસ્ટેટ કંપનીઓમાં લાગેલો છે.