Juices For Bones: કેલ્શિયમનો સારો સોર્સ છે આ 5 ટેસ્ટી ડ્રિંક્સ, દરરોજ પીશો તો હાડકાં થશે મજબૂત
ગ્રીન જ્યૂસ હાડકાંને મજબૂત બનાવવામાં ખૂબ જ મદદરૂપ છે. શરીરને સ્વસ્થ રાખવા ઉપરાંત ગ્રીન જ્યૂસ કેલ્શિયમ અને વિટામિન Kનો સારો સ્ત્રોત છે. આ જ્યૂસ પીવાથી હાડકા સંબંધિત સમસ્યાઓ થતી નથી. ગ્રીન જ્યૂસ બનાવવા માટે તમે લીલા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.
જો તમે તમારા શરીરને ફિટ રાખવા માંગતા હોવ તો સ્ટ્રોબેરીના જ્યુસનું સેવન શરૂ કરો. આ જ્યુસ એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. આને પીવાથી તમે અનેક પ્રકારની સિઝનલ બીમારીઓથી સુરક્ષિત રહેશો. સ્ટ્રોબેરીનો જ્યૂસ વિટામિન સી, કેલ્શિયમ, મેંગેનીઝ, કોપર, ઝિંક જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે.
નારંગી ઘણા પોષક તત્વોનો ભંડાર છે. નારંગીમાં વિટામિન સી પૂરતી માત્રામાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. નારંગી સ્વાદમાં મીઠી અને ખાટી પણ હોય છે. આ કારણથી લોકો તેને ખૂબ પસંદ કરે છે. આટલું જ નહીં સંતરાનો રસ શરીરને હાઇડ્રેટ રાખે છે. આ ઉપરાંત હાડકા પણ મજબૂત બને છે.
મજબુત હાડકા માટે દરરોજ અનાનસનો રસ પીવો. તેનાથી હાડકાં સ્વસ્થ રહે છે. આ ઉપરાંત, તમારા શરીરમાં કેલ્શિયમની કોઈ ઉણપ રહેશે નહીં. આ રસ સ્વાદમાં મીઠો અને ખાટો હોય છે. આ પીણું વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તેથી તમને અપચો જેવી સમસ્યા થતી નથી.
પોષક તત્ત્વોથી ભરપૂર કેળાનો શેક પણ સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. કેળાને કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે, કેળાને દૂધમાં ભેળવીને શેક બનાવીને પીવાથી તમારા હાડકાં સ્વસ્થ રહેશે. તમે દરરોજ સૂતા પહેલા અથવા સવારે તેનો એક ગ્લાસ પી શકો છો.