બહેનોએ એકના એક ભાઈના મૃતદેહ પર રાખી બાંધીને તેને અંતિમ વિદાય આપી

Mon, 19 Aug 2024-9:44 pm,

ગોંડલની ધોળકિયા હોસ્ટેલમાં રહેતા ધોરણ-12ના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. 4 દિવસથી બિમાર હોવા છતાં વિદ્યાર્થીના પરિવારને ન જાણ કરાઈ. રક્ષાબંધનના દિવસે 2 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો. મૂળ માળીયા હાટીના શ્યામ પાઠક નામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. હોસ્ટેલની બેદરકારીથી વિદ્યાર્થીઓનું મોત થયાના પરિવારે આક્ષેપ કર્યો છે. સાથે જ મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ ન્યાયની માંગ કરી.

વિદ્યાર્થીના પરિવારજનોએ રોષ સાથે કથની વર્ણવતા જણાયું હતું કે સંસ્થા દ્વારા સતત ચાર દિવસ થયા તબિયત કથળતી હોઈ અને સામાન્ય બીએચએમેસ ડોકટર પાસે સારવાર કરાવી હતી. તબિયત વધુ બગડ્યા બાદ વાલીને જાણ કરી હતી અને રવિવાર હોઈ કોઈ ડોકટરે અમારી દીકરાની સારવાર ન કરી, તેથી અમને વ્હાલસોયો દીકરો ગુમાવવો પડ્યો છે.   

ધોળકિયાના સંસ્થાપકોની બેજવાબદરી અને જે ડોકટર દ્વારા સારવાર કરવામાં આવી તેની સારવાર પણ તબિયત લથડતાં મદદ કરવાના બદલે આ લોકોની બેદરકારીને કારણે એક આશાસ્પદ યુવાનને પરિવારે ગુમાવી પડ્યો છે.

માળિયા હાટીનાના રહેવાસી અને અત્રેની ગોવર્ધન નથજીની હવેલીમાં મૂખ્યાજી (પૂજારી) તરીકે સેવા આપતા લલિત પરમાનંદ પાઠક બે દીકરીઓ અને એક 17 વર્ષીય પુત્ર છે. તેમનો દીકરો શ્યામ ગોંડલની ધોળકિયા શાળામાં 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.

મૃતક વિદ્યાર્થી શ્યામનું સંસ્થાની બેદરકારીને કારણે મોત થયું હોય માળિયા હાટીના બ્રહ્મ સમાજ તેમજ વૈષ્ણવો દ્વારા અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ સાથે જ લોકોમાં શોક વ્યાપી ગયો છે. 

મૃતક શ્યામની બહેનોએ હસતા મોઢે રાખડી લઈ પોતાના ભાઈ લાંબા આયુષના આશીર્વાદના બદલે ભાઈના મૃતદેહને રાખડી બાંધી, ત્યારે ત્યાં હાજર દરેક આંખોમાં અશ્રુ રોકી શક્યા ના હતા. મૃતક શ્યામને તેના પિતરાઈ સાવન અને બને બહેનોએ મુખાગ્નિ આપી અશ્રુભરી આખે શોક ભેર વિદાય આપી હતી.

વૈષ્ણવ સમાજે પોતાના ધંધા રોજગાર બંધ રાખી તથા બ્રહ્મ સમાજ સહિત બહોળી સંખ્યામાં કિશોરની અંતિમયાત્રામાં જોડાઈ શોકભેર શ્રદ્ધાંજલી અર્પી હતી.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link