ભક્તિમાં તો પ્રહલાદને પણ પાછળ પાડે તેવો શ્વાન, ભગવાનને મળવા રોજ ગિરનાર ચઢી જાય છે

Fri, 17 Dec 2021-8:16 am,

જૂનાગઢ ગિરનાર તીર્થ ક્ષેત્ર ધાર્મિકતાની સાથે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે, ત્યારે ભૈરવ નામના શ્વાનની કહાની પણ કંઈક અનેરી છે, જે ભાગ્યે જ જોવા મળે છે. ભવનાથ તળેટીમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર અને આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં મહંત હરીબાપુ ગોસ્વામી સેવા પૂજા કરે છે. ત્યારે ભૈરવ નામના શ્વાન આજથી ત્રણ ચાર વર્ષ પહેલા આશ્રમમાં આવ્યો હતો. ત્યારથી દર પૂનમે ભાવિકો સાથે યાત્રા કરવા નીકળી જાય છે અને ગિરનારની ત્રણ ચાર દિવસની યાત્રા કરીને પરત ભવનાથ તળેટી સ્થિત આશ્રમમાં આવી જાય છે. 

ખાસ વાત તો એ છે કે, ભૈરવને ભસતા નથી આવડતું, જયારે તેને મન થાય ત્યારે ૐ ના સ્વરનો અવાજ કરે છે. પૂનમના દિવસે ભૈરવ ભોજન પણ નથી લેતો. અનેક આશ્રમના હરીબાપુ ભોજન આપે છે, પણ ભોજન નથી લેતો અને ઉપવાસ કરે છે. ત્યારે ભૈરવ નામનો શ્વાન આજે ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિર અને ગુરૂ દત્તાત્રય ભગવાનના દર્શન કરીને અનેરી ભક્તિ કરે છે.  

ભૈરવ વિશે હરીબાપુ કહે છે કે, ગિરનાર ટોચે બિરાજમાન ગુરૂ દત્તાત્રય ભગવાનનું મંદિર આવેલું છે. ગુરૂ દત્તાત્રય ભગવાનને ત્રણ મસ્તક છે અને 6 હાથ છે. ત્યારે ભગવાન ગુરૂ દત્તાત્રય પાસે ચાર શ્વાન બેઠેલા જોવા મળે છે અને ચાર શ્વાન વેદના રૂપમાં જોવા મળે છે. ત્યારે આજે પણ જુનાગઢના અનેક ઘરોમાં પહેલી રોટલી સ્વાન અને ગૌમાતા માટે બને છે. દત્ત ભગવાનને પણ શ્વાન માટે અનેરો લગાવ હતો. આજે પણ ભૈરવ 9999 પગથિયા ચડીને ગુરૂ દત્તાત્રય ભગવાનની ભક્તિ કરે છે.

બીજી તરફ ગિરનાર પર્વત અને ભવનાથ તળેટીમાં અનેક સિંહ દીપડા જેવા હિંસક પ્રાણી વસવાટ કરે છે. આ વસવાટ વચ્ચે ત્યારે અનેક શ્વાન હિંસક પ્રાણીનો શિકાર બન્યા છે. ભૈરવ છેલ્લા પાંચ વર્ષથી ગિરનાર સીડી ચડીને ઉતરી જાય છે, પણ આજ દિવસ સુધી તેના પર કોઈ પણ હીંસક પ્રાણીએ હુમલો નથી કર્યો. ભગવાનની કૃપા તેના પર વરસે છે. ભૈરવ કોઈ દિવસ કોઈને કરડ્યો નથી કે ભસતો પણ નથી. જ્યારે મંદિરની આરતી થાય અને શંખનાદ થાય ત્યારે ૐ શબ્દનો ઉંચાર કરીને અવાજ કરે છે. 

ભવનાથ તળેટીમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિરના આશ્રમમાં સેવા પૂજા કરતા હરી બાપુ પ્રાણી અને પક્ષી પ્રેમી છે. તેમના આશ્રમમાં અનેક કબૂતર પણ જોવા મળે છે. ત્યારે શ્વાન અને પક્ષીની સેવા સાથે ભગવાનની ભક્તિ કરે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link