માત્ર 500 રૂપિયા ખર્ચીને 10 હજાર બચાવતા ગુજરાતના આ ખેડૂતની વાહવાહી થવા લાગી
)
રસિકભાઈ છેલ્લા સાત વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે. પોતાના ખેતરમાં તેઓ જાતે ખેતી કરી છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ જીવાતના નિયંત્રણ માટે કોઈ જંતુનાશક દવાનો ઉપયોગ કરતા નથી. પરંતુ તેના બદલે હિંગનો પ્રયોગ કરે છે. આ ફાયદાનો પ્રચાર કરવા માટે તેમણે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. તેમણે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી શેર કરી તો બીજાં રાજ્યોમાંથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે અન્ય ખેડૂતો પણ તેમનું માર્ગદર્શન લઈ રહ્યા છે. દેશના ખેડૂતોને ચૂસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે જંતુનાશક દવાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. 10 હજાર રૂપિયે લીટર આવતી જંતુનાશક દવા જે કામ ન આપી શકે તે કામ 500થી 600 રૂપીયે કિલો હિંગથી થઈ જાય છે. આમ આ પ્રયોગ ખેડૂતો માટે આર્થિક રીતે પણ ફાયદો કરાવે છે. સાથે તેની પાક ઉપર કોઈ આડઅસર પણ થતી નથી અને જીવાત સામે રક્ષણ મળે છે.
)
આ પ્રયોગ વિશે તેઓ કહે છે કે, જીવાતના નિયંત્રણ માટે કોઈ વિશેષ હિંગની જરૂર નથી, બજારમાં સામાન્ય રીતે મળી રહેતી ગાંગળા હિંગનો જ ઉપયોગ થાય છે. ખાસ કરીને ચૂસીયા પ્રકારની જીવાત એટલે કે જે પાકને કોરીને ખાય. આવી જીવાતોના નિયંત્રણ માટે હિંગને 12 કલાક સુધી પાણીમાં પલાળી રાખવાની. ત્યારબાદ તેના દ્રાવણને 15 લીટર પાણીમાં ઉમેરીને તેનો પાક પર છંટકાવ કરવામાં આવે છે.
)
રસિકભાઈ છેલ્લા પાંચ વર્ષથી આ પ્રયોગ કરે છે અને પાંચ વર્ષના અંતે તેઓ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે, હિંગના છંટકાવથી જીવાતને નિયંત્રિત કરી શકાય છે. દેશના ખેડૂતોને ચૂસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ જંતુનાશક દવાઓ પાછળ થાય છે. 10 હજાર રૂપિયે લીટર આવતી જંતુનાશક દવા જે કામ ન આપી શકે તે કામ 500 થી 600 રૂપિયે કિલો હિંગથી થઈ જાય છે. આમ આ પ્રયોગ ખેડૂતો માટે આર્થિક રીતે પણ ફાયદો કરાવે છે. સાથે જ તેની પાક ઉપર કોઈ આડઅસર પણ થતી નથી. હિંગથી જીવાત સામે રક્ષણ મળે છે, આમ સરવાળે ખેડૂત માટે ખુબ ફાયદાકારક બાબત છે. ઉપરથી ખેતી ઓર્ગેનિક પણ બની જાય છે. પોતાના ખેતરમાં સતત પાંચ વર્ષ સુધી હિંગના દ્રાવણનો છંટકાવ કરીને જુનાગઢના આ ખેડૂતે અણધાર્યુ પરિણામ મેળવ્યું છે. ખેડૂતોને હિંગના પ્રયોગથી મોંધીદાટ જંતુનાશક દવાના ખર્ચથી પણ છુટકારો મળે છે. આમ આ પ્રગતિશીલ ખેડૂતે અન્ય ખેડૂતોને એક નવો રાહ ચીધ્યો છે.