દિવાળી પહેલા ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળાના ત્યાં તો ધન ઉભરાશે, તિજોરીઓ ખુટી પડશે, માન-સન્માન વધશે
શનિ દેવની જેમ જ ગુરુ બૃહસ્પતિ સમયાંતરે વક્રી અને માર્ગી થાય છે. જેમનો પ્રભાવ તમામ રાશિઓના જાતકો પર પડે છે. ગુરુ ગ્રહ નવરાત્રિમાં વક્રી ગતિથી ચાલવાનું શરૂ કરશે. ગુરુ 9 ઓક્ટોબરે સવારે 10.01 કલાકે વૃષભ રાશિમાં વક્રી થશે અને આગામી વર્ષે 5 ફેબ્રુઆરી સુધી આ જ અવસ્થામાં વૃષભ રાશિમાં ગોચર કરશે. આવામાં ગુરુ ગ્રહની ઉલ્ટી ચાલનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન દૌલતઅને સન્માનમાં વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મિથુન રાશિવાળા માટે ગુરુ ગ્રહનું વક્રી થવું એ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિના 12માં ભાવમાં વક્રી થશે. તમારી ગોચર કુંડળીમાં સપ્તમ અને કર્મ ભાવના સ્વામી છે. આથી આ દરમિયાન તમને નવા અને સારા પ્રોજેક્ટ મળશે અને આ સમય તમારા જીવનમાં સકારાત્મકતા વધારવાનો મનાય છે. નોકરીમાં સારી તકો મળશે અને તમને અચાનક અટકાયેલા પૈસા પાછા મળશે. આ સમયગાળામાં વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. નવા ઓર્ડર મળી શકે છે. પિતા સાથે સંબંધ મજબૂત થશે.
ગુરુ બૃહસ્પતિની ઉલ્ટી ચાલ એ કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી ગોચર કુંડળીના આવકના સ્થાન પર વક્રી થવા જઈ રહ્યા છે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. નોકરીમાં પ્રગતિના યોગ છે. ધનની બચત કરી શકશો અને બિઝનેસમાં પણ તમને અનેક ગણો લાભ થશે. આ દરમિયાન તમને રોકાણથી લાભ થશે. વેપારીઓને મોટી ડીલ થઈ શકે છે.
વૃશ્ચિક રાશિવાળા માટે ગુરુ ગ્રહનું વક્રી થવું એ શુભદાયી સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિના સપ્તમ સ્થાન પર વક્રી થવા જઈ રહ્યો છે. આ સાથે જ ગુરુ ગ્રહ તમારી ગોચર કુંડળીના ધન અને પંચમ સ્થાનના સ્વામી છે. આથી આ સમય તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. વેપારમાં ખુબ નફો થશે અને તમારી બૌદ્ધિક ક્ષમતા વધવાથી તમે આગળ વધશો. નોકરીયાતોને ઓફિસમાં કામ કરવું ગમશે અને તમારી લોકપ્રિયતા પણ વધશે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.