ગુરૂ વક્રી થઈ ચમકાવશે કર્ક સહિત 3 રાશિના જાતકોનું ભાગ્ય, મળી શકે છે અઢળક પૈસા અને પદ-પ્રતિષ્ઠા
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ સમય-સમય પર વક્રી અને માર્ગી થાય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયામાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ગુરૂ 9 ઓક્ટોબરે સવારે 10 કલાક 1 મિનિટથી વૃષભ રાશિમાં વક્રી થશે અને આગામી વર્ષે 5 ફેબ્રુઆરી સુધી આ અવસ્થામાં વૃષભ રાશિમાં ગોચર કરતા રહેશે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. સાથે આ લોકોને માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠા મળી શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે....
તમારા લોકો માટે ગુરૂનું વક્રી થવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિના 12માં ભાવમાં વક્રી થઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમે નાણાની બચત કરવામાં સફળ રહેશો. સાથે આ સમયે તમને સારા પ્રોજેક્ટ પ્રાપ્ત થશે અને આ સમયે તમારા જીવનમાં સકારાત્મકતાનો પ્રભાવ વધવાનો છે. નોકરીમાં કામની સારી તક આવશે અને તમારા અટવાયેલા પૈસા પરત મળશે. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. આ સમયમાં તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. સાથે આ સમયે તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો.
ગુરૂ ગ્રહનું વક્રી થવું અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિના આવક અને લાભ સ્થાન પર વક્રી થવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમારી આવકમાં વધારો જોવા મળશે. સાથે આવકના નવા સ્ત્રોત બની શકે છે. તમે ધનની બચત કરી શકશો અને બિઝનેસમાં અનેક ગણો લાભ થશે. તમારા જીવનમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે અને તમારી યોજનાઓ સફળ થશે. સાથે જે લોકો રાજનીતિમાં જોડાયેલા છે, તેને કોઈ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
તમારા લોકો ગુરૂનું વક્રી થવું લાભયાદક રહી શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી ગોચર કુંડળીના સપ્તમ ભાવ પર વક્રી થવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. તમારા અધુરા કામ પૂરા થશે. આ સમયમાં તમને ભાગીદારીના કામમાં લાભ થશે. સાથે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.