અંબાણીથી ઓછું નથી સિંધિયાનું ઘર! 400 રૂમ, સોનાની દીવાલો... જુઓ અંદરનો નજારો

Thu, 19 Dec 2024-5:25 pm,

મોદી સરકારના મંત્રી અને દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે. સિંધિયા રાજવંશના વંશજ જ્યોતિરાદિત્ય સિંધિયાની પાસે કરોડોની સંપત્તિ અને ઘર છે, પરંતુ સૌથી વધુ ચર્ચા તેમના ગ્વાલિયરના મહેલ થાય છે. ગ્વાલિયરના જય વિલાસ પેલેસની સુંદરતા અને વિશેષતાઓ તેને ખાસ બનાવે છે. 400 રૂમ, 560 કિલો સોનાની સજાવટ અને 3 હજાર કિલો ઝુમ્મરથી સજ્જ આ મહેલ સદીઓથી પોતાની ધરોહર વહન કરી રહ્યો છે.

વર્ષ 1874માં સિંધિયા રાજવંશના શાસક જયાજી રાવ સિંધિયાએ ગ્વાલિયરમાં જય વિલાસ પેલેસ બનાવ્યો હતો. આ પેલેસની ડિઝાઈન ફ્રેન્ચ આર્કિટેક્ટ સર માઈકલ ફિલોસે ડિઝાઈન કરી હતી.

400 રૂમવાળા આ ભવ્ય મહેલનો પહેલો માળ ટસ્કન શૈલીમાં, બીજો માળ ઇટાલિયન-ડોરિક શૈલીમાં અને ત્રીજો માળ કોરીન્થિયન શૈલીમાં બાંધવામાં આવ્યો છે. ઇટાલિયન માર્બલ અને પર્શિયન કાર્પેટથી આ મહેલને સજાવવામાં આવ્યો છે.

મહેલના દરબાર હોલના અંદરના ભાગમાં સોના અને ગિલ્ટની ઘણી સજાવટ છે. મહેલની અંદરના ભાગને 560 કિલો સોનાનો ઉપયોગ કરીને શણગારવામાં આવ્યો છે. સોનાથી શણગારેલા આ મહેલને બનાવવામાં 12 વર્ષ લાગ્યા હતા અને 146 વર્ષ પહેલા તેને બનાવવામાં 1 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

12 લાખ 40 હજાર 771 ચોરસ ફૂટમાં બનેલા આ મહેલના બીજા માળે બનેલો દરબાર હોલ જયવિલાસનું ગૌરવ કહેવાય છે. દરબાર હોલની દિવાલો અને છત સંપૂર્ણપણે સોના, હીરા અને ઝવેરાતથી શણગારવામાં આવી હતી.

મહેલના દરબાર હોલની છત પર વિશ્વનું સૌથી ભારે ઝુમ્મર લગાવવામાં આવ્યું છે. આ ઝુમ્મરનું વજન સાડા ત્રણ હજાર કિલો છે. આ ઝુમ્મરને લટકાવતા પહેલા કારીગરોએ છતની મજબૂતાઈ ચકાસવા માટે છત પર દસ હાથીઓને ચઢાવ્યા હતા.

દસ દિવસ સુધી છત પર હાથીઓ ફરતા રહ્યા. જ્યાર બાદ તે ઝુમ્મરને છત પર લટકાવવામાં આવ્યું હતું. આ ઝુમ્મર જોવા લોકો આવે છે. આ વિશ્વનું સૌથી ભારે ઝુમ્મર છે.

જયવિલાસ પેલેસનો શાહી ડાઇનિંગ હોલ રાજા-મહારાજાઓની વૈભવી જીવનશૈલી દર્શાવે છે. મહેલમાં ભોજન દરમિયાન ભોજન પીરસવા માટે ચાંદીની સુંદર ટ્રેન છે. ડાઇનિંગ ટેબલ પર ટ્રેક લગાવવામાં આવ્યો છે.

મહેલમાં ખાવા માટે સોના-ચાંદીના વાસણો છે. સ્ટાફ માટે અલગ રૂમ, ગાર્જન, પોલો ગ્રાઉન્ડ, સ્વિમિંગ પૂલ, જિમ વગેરે જેવી તમામ લક્ઝરી સુવિધાઓમાંથી લઈ શાહી વારસો હાજર છે.

જય વિલાસ મહેલના 35 રૂમમાં એક મ્યુઝિયમ ખુલ્યું છે, જે સિંધિયા શાહી પરિવારનો ઈતિહાસ દર્શાવે છે. રાજમાતા વિજયારાજે સિંધિયાએ આ મ્યૂઝિયમને જીવાજીરાવ સિંધિયાની યાદમાં બનાવ્યું હતું.

જો મહેલની કિંમતની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત 4000 થી 5000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

આ મહેલના બાકીના ભાગમાં સિંધિયા પરિવાર રહે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અહીં તેમના પરિવાર સાથે રહે છે.

આ મ્યુઝિયમને HH મહારાજા જિયાજીરાવ સિંધિયા મ્યુઝિયમ નામ આપવામાં આવ્યું છે. તમે પણ આ મહેલને જોઈ શકો છો.

જો તમે પણ આ મહેલને નજીકથી જોવા માંગતા હોવ તો તમે ટિકિટ બુક કરાવી શકો છો. આ મહેલ મંગળવારથી રવિવાર સુધી સવારે 10.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી ખુલ્લો રહે છે.

મહેલનું મ્યુઝિયમ સોમવારે બંધ રહે છે. તમે ઓનલાઈન અને ઓફલાઈન દ્વારા ટિકિટ બુક કરી શકો છો. ટિકિટના ભાવ જાણવા માટે તમે મહેલની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link