અભિનેત્રી કંગના રનોતની 48 કરોડની ઓફિસ પર ચાલ્યું BMCનું બુલડોઝર, જુઓ તસવીરો
ઓફિસમાં તોડફોડ કરવા અંગે બીએમસીના એક અધિકારીએ કહ્યું કે, અમે કંગનાને 24 કલાકનો સમય આપ્યો હતો, પરંતુ તેના તરફથી કોઈ જવાબ આપ્યો નથી. ત્યારબાદ બુધવારે બીએમસીએ કંગનાની ઓફિસમાં તોડફોડ શરૂ કરી છે.
મહત્વનું છે કે કંગનાની આ ઓફિસ 48 કરોડમાં બનેલી છે. કંગનાની આ ઓફિસને બનાવવા માટે મુંબઈના પાલિ હિલ સ્થિત બંગલા નંબર પાંચને રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ક સ્ટૂડિયો બનાવવામાં આવ્યો હતો.
બીએમસીએ કંગનાની સુંદર અને આલીશાન ઓફિસમાં ખુબ તોડફોડ કરી. આ વચ્ચે કંગનાએ તસવીરો ટ્વીટ કરતા મુંબઈની તુલના પાકિસ્તાન સાથે કરી છે.
પહેલા બીએમસીના ઓફિસર કંગના રનોતની ઓફિસ પહોંચ્યા. ત્યારબાદ ત્યાં ગેરકાયદેસર બાંધકામનો હવાલો આપીને નોટિસ લગાવવામાં આવી હતી.
કંગનાએ બીએમસી પાસે એક સપ્તાહનો સમય માગ્યો હતો. બીએમસીએ કંગનાને સમય આપવાનો ઇનકાર કરી દીધો હતો.