ગરબા નાઇટમાં કિલર લુકમાં પહોંચી Kangana Ranaut, ચણીયા ચોળીમાં પાથર્યો જાદૂ

Mon, 16 Oct 2023-9:55 am,

આ તસવીરોમાં કંગના રનૌતે (Kangana Ranaut) મલ્ટીકલર્ડ યલો, પિંક અને રેડ કલરના કોમ્બિનેશનમાં લહેંગા ચોલી પહેરી છે. અભિનેત્રીનો આ લહેંગા અને ચોલી તેના લુકમાં ચાર્મ ઉમેરી રહ્યા છે. જેને પહેરીને એક્ટ્રેસે કેમેરા સામે કિલર પોઝ આપ્યા હતા.

અભિનેત્રીના આ આઉટફિટ વિશે વાત કરીએ તો તે ગરબા માટે પરફેક્ટ છે. અભિનેત્રીએ આ લહેંગા સાથે ડાર્ક લાલ રંગની ચોલી પહેરી છે. આ ચોળી પર ઘણું વર્ક કરવામાં આવ્યું છે જે સ્કર્ટના લુકને વધુ નિખારે છે.

તેના લુકને પૂર્ણ કરવા માટે કંગના રનૌતે (Kangana Ranaut) તેના વાળ બાંધીને પોની બનાવી છે. આ સાથે તેણે બેકલેસ ચોલી પહેરી છે. સાથે જ સટલ મેકઅપ અને કાતિલ લુકથી લોકો દિલ પર ચાકૂ ચલાવતી જોવા મળી હતી. 

આ સાથે અભિનેત્રીએ કાનમાં મોટી બુટ્ટી પહેરી હતી. આ તસવીરો શેર કરતી વખતે કંગનાએ કેપ્શનમાં લખ્યું- 'ગુજરાત, તમે મારું હૃદય છો. અમદાવાદમાં ગરબા નાઇટમાં. તેજસ સાથે. કંગનાનો આ ગરબા લૂક તેને ખૂબ જ સૂટ કરે છે.

તમને જણાવી દઈએ કે, કંગના રનૌતની ફિલ્મ 'તેજસ' 20 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. અભિનેત્રી આ દિવસોમાં આ ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. લોકોને આ ફિલ્મનું ટ્રેલર ખૂબ પસંદ આવ્યું અને લોકોએ તેને ઘણો પ્રેમ આપ્યો. તેના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેની એક્ટિંગના ખૂબ વખાણ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link