ફિલ્મના સેટ જેવો જ છે કંગના રનૌતની ઓફિસનો અંદરનો લુક, જુઓ Inside pics

Wed, 09 Sep 2020-4:05 pm,

બોમ્બે હાઇકોર્ટે બુધવારે કંગના રનૌતને મોટી રાહત આપતા તેની ઓફિસના ગેરકાયદેસર બાંધકામને તોડવા પર પ્રતિબંધ મુક્યો છે. કોર્ટે બીએમસીની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવ્યો હતો. અભિનેત્રીએ બીએમસીની કાર્યવાહીને બોમ્બે હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો.

બીએમસીએ કંગનાની ઓફિસના એક ભાગને ગેરકાયદેસર ગણાવી તોડફોડની કાર્યવાહી કરી છે. પહેલા બીએમસીએ એક નોટિસ મોકલી અને ગેરકાયદેસર બાંધકામને તોડવાની વાત કરી અને થોડા જ સમયમાં બીએમસીના અધિકારી હથોડા લઇને કંગનાની ઓફિસ પહોંચ્યા હતા.

બીએમસીના કર્મચારીઓએ ઓફિસની અંદર તોડફોડ કરી. લગભગ અઢી કલાકની કાર્યવાહી બાદ કંગનાની ઓફસથી બીએમસી ટીમ પરત ફરી હતી. કંગના રનૌતે મુંબઇની સરખામણી પીઓકેથી કરી હતી. ત્યારબાદ તેના પર આ કાર્યવાહી કરવામાં આવી.

કંગનાનો બંગલો મુંબઇ ઉપનગર જિલ્લામાં આવે છે. કંગનાએ આ બંગલો લગભગ 3 વર્ષ પહેલા ખરીદ્યો હતો. તેની કિંમક લગભગ 20 કરોડ રૂપિયા હતી.

આ ગ્રાઉન્ડ+2 માળનો બંગલો છે. જેને ઓફિસમાં રૂપાંતર કરવામાં આવ્યો છે. 565 ચોરસ ફૂટના એડિશનલ પાર્કિંગ ખરીદવામાં આવ્યું છે.

શબનમ ગુપ્તાએ તેની ડિઝાઇન કરી છે. કુલ 48 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ પ્લસ બે સ્ટોરનો એરિયા છે. વિસ્તાર પાલી હિલ છે. આ મુંબઇ ઉપનગરનો વિસ્તાર છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link