ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાંથી એક માઠા સમાચાર; ઘરમાં મૃત મળી આ 30 વર્ષીય જાણીતી અભિનેત્રી

Mon, 02 Dec 2024-10:47 am,

જ્યાં એક બાજુ પુષ્પા 2ના કારણે સાઉથ સ્ટાર્સ ચર્ચામાં છે તો બીજી બાજુ સાઉથ ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે અને આ છે એક જાણીતી અભિનેત્રીનું મોત. જોકે, કન્નડ અભિનેત્રી શોબિતા શિવન્નાએ રવિવારે પોતાના ઘરમાં જીવન ટૂંકાવ્યું છે. તે તેલંગાણાના કોંડાપુરમાં પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવી છે. પોલીસને શંકા છે કે અભિનેત્રીએ આત્યહત્યા કરી છે.  જોકે, પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

એએનઆઈના રિપોર્ટ મુજબ, શોબિતા શિવન્ના પોતાના ઘર પર મૃત અવસ્થામાં મળી. પોલીસે જ્યારે તેની જાણકારી મળી તો તાત્કાલિક અભિનેત્રીના ઘરે પહોંચી. ત્યાં સુધી અભિનેત્રીનું મોત થઈ ચૂક્યું હતું. જોકે, પોલીસે આ ઘટનામાં ફરિયાદ દાખલ કરી લીધી છે અને ગાંધી હોસ્પિટલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

30 વર્ષની શોબિતા શિવન્નાના નિધનના અહેવાલ સાંભળીને કન્નડ સિનેમાના સ્ટાર્સ શોકમાં છે. જ્યારે ફેન્સ પણ અભિનેત્રીના મોત પર સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કરી રહ્યા છે. જોકે, અત્યાર સુદી અભિનેત્રીના પરિવારજનો તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. એટલું જ નહીં, પોલીસે પણ જણાવ્યું નથી કે આખરે મોત પાછળ કયું કારણ છે. જોકે, પોલીસ તપાસમાં જોતરાઈ ગઈ છે.

શોબિતા શિવન્ના કન્નડ સિનેમામાં મૂળ રૂપથી કામ કરી રહી હતી. તે ટીવીની સાથે ફિલ્મોમાં કિસ્મત અજમાવી ચૂકી હતી. તેણે એરાડોંડલા મૂરૂ, એટીએમ: અટેમ્પ્ટ ટૂ મર્ડર, ઓંધ કાથે હેલા, જેકપોર્ટ અને વંદના જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. એટલું જ નહીં. તેમણે બ્રહ્મગંતુ અને નિત્રિન્ડેવ જેવા ટીવી શોમાં પણ કામ કર્યું હતું.  

શોબિતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ હતી. પરંતુ છેલ્લીવાર તેણે 16 નવેમ્બર 2024ના રોજ છેલ્લી પોસ્ટ કરી હતી. ત્યારબાદથી તેમણે કોઈ પોસ્ટ અથવા તો અપડેટ સામે આવી નથી.  

Disclaimer: જીવન અમૂલ્ય છે. ભરપૂર જીવો. તેનો સંપૂર્ણ આદર કરો. દરેક ક્ષણનો આનંદ માણો. જો તમે કોઈ સમસ્યા કે ઘટનાને કારણે પરેશાન છો તો જીવન છોડવાની જરૂર નથી. સારા અને ખરાબ સમય આવતા અને જતા રહે છે. પરંતુ જ્યારે પણ કોઈ કારણસર તમે ઊંડે ઊંડે હતાશા, ડિપ્રેશન અનુભવો તો સરકાર દ્વારા આપવામાં આવેલ હેલ્પલાઈન નંબર 9152987821 પર સંપર્ક કરો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link