દીકરીના જન્મથી ગ્રેજ્યુએશન સુધી મળશે આટલી રકમ, જાણો શું છે સરકારની આ યોજના
પરિવારની બે દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. યોજના અંતર્ગત આવા પરિવારો જેમની વાર્ષિક આવક રૂ. 3 લાખથી વધુ નથી, આવા પરિવારમાં દીકરીના જન્મથી લઈને ગ્રેજ્યુએશનમાં પ્રવેશ સુધીના 6 તબક્કામાં કુલ 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. યોજનાની રકમ સીધી દીકરીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી તેનું ભવિષ્ય સુનિશ્ચિત થઈ શકે. અગાઉ આ યોજના માટેની વાર્ષિક આવક મર્યાદા 1.80 લાખ રૂપિયા હતી, જે વધારીને 3 લાખ કરી દેવામાં આવી છે.
યોગી સરકારે વર્ષ 2019-20નું બજેટ રજૂ કરીને યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત 6 તબક્કામાં પૈસા આપવામાં આવે છે. 1. દીકરીના જન્મ પર 1000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. 2. બાળકીના 1 વર્ષના રસીકરણ પૂર્ણ થવા પર 2000ની આર્થિક સહાય આપવામાં આવે છે. 3. ધોરણ એકમાં પ્રવેશ પછી ફરીથી 2000 આપવામાં આવશે.
4. ધોરણ 6માં પ્રવેશ મેળવ્યા પછી દીકરીને ફરીથી 2000ની આર્થિક સહાય મળશે 5. જ્યારે પુત્રી 9માં ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે તેને 3000ની આર્થિક સહાય મળશે. 6. 12માં ધોરણ પાસ કર્યા પછી, તેને ગ્રેજ્યુએશન માટે અથવા 2 વર્ષ કે તેથી વધુ કોર્સમાં પ્રવેશ માટે 5000 રૂપિયા મળશે.
કયા પરિવારો આ યોજનાનો લાભ લઈ શકે છે, તે પણ જુઓ. 1. પરિવાર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને કાયમી રહેવાસી પ્રમાણપત્ર ધરાવે છે 2. કૌટુંબિક વાર્ષિક આવક મહત્તમ 3 લાખ રૂપિયા હોવી જોઈએ. 3. કોઈપણ પરિવારની મહત્તમ બે દીકરીઓને જ આ યોજનાનો લાભ મળશે. 4. પરિવારમાં મહત્તમ બે બાળકો 5. જો એક દીકરી બાદ બીજી વાર જોડિયા પુત્રીઓનો જન્મ થાય છે, તો ત્રણેયને આ યોજનાનો લાભ મળશે.
જો કોઈ પરિવારે અનાથ બાળકીને દત્તક લીધી છે, તો તેમને પણ આ યોજનાનો લાભ મેળશે, પરંતુ પુત્રીની સંખ્યા બે હોવી જોઈએ.