Kartik Kiara Photos: કાર્તિક અને કિયારાએ ગુજરાતી થાળીની માણી મજા, એક્ટરે ફોનમાં એવું તો શું દેખાડ્યું કે એક્ટ્રેસ...
ફિલ્મના પ્રમોશન દરમિયાન તાજેતરમાં કાર્તિક આર્યન અને કિયારાને સાથે લંચ કરતા સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી.
કાર્તિક અને કિયારા આ દરમિયાન ગુજરાતી થાળીની મજા માણતા જોવા મળ્યા હતા. આ સાથે જ કાર્તિક અને કિયારાનો લુક પણ ફેન્સને ઘણો પસંદ આવ્યો છે.
કાર્તિક આર્યને આ દરમિયાન કિયારાને તેના મોબાઈલ ફોનમાં કંઈક દેખાડી રહ્યો છે જે બાદ એક્ટ્રેસ જોરદારથી હસવા લાગે છે. કાર્તિક અને કિયારાની આ તસવીરો જોતા સ્પષ્ટ રીતે કહી શકાય છે કે તેઓ ઘણા સારા મિત્ર છે.
કાર્તિક આર્યન આ દરમિયાન કેઝ્યુલ લુકમાં જોવા મળ્યો ત્યારે કિયારા એથનિક અંદાજમાં ઘણી હોટ લાગી રહી હતી.
તમને જણાવી દઈએ કે તેમની ફિલ્મ ભુલ ભુલૈયા 2 ખુબ જલદી બોક્સ ઓફિસ પર રીલિઝ થવા જઈ રહી છે. બંનેની આ બોન્ડિંગ જોયા બાદ દરેક લોકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.