અહીં લાગે છે વિશ્વનો સૌથી મોટો `ભૂતોનો મેળો`, તસવીરો જોઈને હૃદયના પાટિયા પડી જશે!
1. મેળામાં આવેલા અઘોરી તાંત્રિક અજીબોગરીબ કારનામા કરતા નજરે પડે છે. કાચને મોઢામાં રાખીને કારનામા કરે છે અને સાથે દાવો પણ કરે છે કે આ બધું ભગવાનની શક્તિ છે. તેનાથી તેમને કઈ થતું નથી.
2. આ મેળામાં ગંગા સ્નાન કરવા આવેલી મહિલાઓ પણ અલગ અલગ કરતબો દેખાડતી નજરે પડે છે. જ્યારે ભક્ત દાવો કરે છે કે આ પૂર્ણિમાના દિવસે આવીને પુજા-અર્ચના કરવાથી ઘણી બધી બિમારીઓ સ્વસ્થ થઈ જાય છે.
3. કૌનહારા ઘાટ પર લોકો ચારેબાજુ સળગતી ચિતાઓ વચ્ચે અદ્ભુત અને અનોખા પ્રકારની સાધના કરતા લોકો નજરે પડે છે.
4. ગંગામાં ડૂબકી મારવા લોકો દૂર-દૂરથી આવે છે. તમને જણાવી દઈએ કે, કેટલાક પટનાથી અને કેટલાક મુઝફ્ફરપુરથી આવે છે. ઘણા મોટા શહેરોમાંથી લોકો કાર્તિક પૂર્ણિમાના દિવસે હાજીપુરના ઐતિહાસિક કૌનહારા ઘાટ પર તેમની આસ્થા અને તેમના વિશ્વાસની ડૂબકી લગાવવા પહોંચે છે.
5. દર વર્ષે લાખોની સંખ્યામાં શૌર્ય જોવા માટે કૌનહારા ઘાટ પર ભવ્ય આયોજન કરવામાં આવે છે. જ્યારે, લાખો શ્રદ્ધાળુઓના સ્વાગત માટે વિવિધ સ્થળોએ પોલીસ દળો અને સારી સ્વચ્છતા વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઘાટ પર પાણીમાં બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે. આ સિવાય SDRFની ટીમ પણ ત્યાં તૈનાત હોય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે અને ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)