કાશી વિશ્વનાથ કોરિડોર બનવાથી કેટલું બદલાઈ ગયું બાબાનું ધામ, જુઓ પહેલાની અને અત્યારની તસવીરો

Mon, 13 Dec 2021-10:19 am,

કાશી આજે 352 વર્ષ બાદ ફરીથી ઐતિહાસિક પળનું સાક્ષી બનશે. રાણી અહિલ્યાબાઈએ 352 વર્ષ પહેલા કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ત્યારબાદ મહારાજા રણજીત સિંહે બાબા વિશ્વનાથના મંદિરના શિખર પર સોનાની પરત ચડાવી હતી અને હવે 2021માં કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ પૂરું થઈ ગયું છે જેનાથી મંદિર પરિસરનો નજારો અદભૂત થઈ ગયો છે. (તસવીર-સાભાર પીટીઆઈ)

અત્રે જણાવવાનું કે વારાણસીમાં બાબા વિશ્વનાથના મુખ્ય મંદિરની આજુબાજુ સેંકડો અન્ય મંદિરો હતા. જેનું અધિગ્રહણ કરીને કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરવું ખુબ જ જટિલ પ્રક્રિયા હતી. કદાચ આ કારણે જ કોઈ અન્ય સરકારે કાશી વિશ્વનાથ કોરિડોર બનાવવાનો નિર્ણય લેવાની હિંમત ન કરી. (તસવીર- સાભાર પીટીઆઈ)

અત્રે જણાવવાનું કે કાશી વિશ્વનાથ કોરિડોર લગભગ સવા 5 લાખ સ્ક્વેર ફૂટમાં  બનાવવામાં આવ્યું છે. કાશી વિશ્વનાથ કોરિડોર  બનાવવા માટે સેંકડો ઘરોનું અધિગ્રહણ કરાયું. આ દરમિયાન વિરોધ પણ થયો પરંતુ આખરે સરકારને સફળતા મળી. (તસવીર-સાભાર પીટીઆઈ)

પીએમ મોદી આજે રેવતી નક્ષત્રમાં 1.37 વાગે શરૂ થનારા 20 મિનિટના શુભ મુહૂર્તમાં કાશી વિશ્વનાથ કોરિડોરના પહેલા ફેઝનું ઉદ્ધાટન કરશે. તેને લગભગ 339 કરોડ રૂપિયાના  ખર્ચે બનાવવામાં આવ્યો છે. (તસવીર-પીટીઆઈ)

નોંધનીય છે કે 12 જ્યોતિર્લિંગો અને 51 સિદ્ધપીઠોના પૂજારી કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ધાટનના સાક્ષી બનશે. ઉદ્ધાટન સમારોહમાં ભાજપ શાસિત 18 રાજ્યોના સીએમ પણ હાજર રહેશે. (તસવીર-પીટીઆઈ)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link