Photos: ધરતીના સ્વર્ગમાં શરૂ થઈ બરફવર્ષા, ગુલમર્ગ-સોનમર્ગ અને ગુરેજ ઘાટીમાં અદ્ભુત નજારો

Sat, 16 Nov 2024-11:37 pm,

કાશ્મીરના પ્રવાસન સ્થળ ગુલમર્ગથી લઈને કુપવાડા સુધી બરફવર્ષાના કારણે ચારેબાજુ સફેદ બરફની ચાદર જોવા મળી રહી છે... તેના કેટલાંક ખૂબસૂરત વીડિયો સામે આવ્યા છે... ગુલમર્ગથી આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ધીમે-ધીમે આકાશમાંથી સફેદ બરફ વરસી રહ્યો છે... જેના કારણે મકાનો, દુકાનો, હોટલ, વૃક્ષો, રસ્તા સહિત દરેક જગ્યાએ બરફ જ બરફ પથરાયેલો જોવા મળ્યો... 

આ દ્રશ્યો સોનમર્ગ વિસ્તારના છે... અહીંયા સિઝનની પહેલી બરફવર્ષા થતાં વાતાવરણ આહલાદક બન્યું છે... જેના કારણે અહીંયા આવેલા પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે... જોકે લઘુત્તમ તાપમાન નીચે જતાં લોકોને સ્વેટર સહિત ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી છ... 

આ તરફ કુપવાડામાં પણ શનિવારે હિમવર્ષા ચાલુ રહી... જેના કારણે રસ્તા પર અનેક ઈંચ સુધી બરફ જામી ગયો... વાહન વ્યવહારને કોઈ અસર ન થાય તે માટે સ્થાનિક પ્રશાસન દ્વારા મશીનની મદદથી રસ્તા પરનો બરફ દૂર કરવાની કામગીરી કરવામાં આવી... 

આ દ્રશ્યો બાંદીપોરા વિસ્તારના છે...અહીંયા પણ ભારે હિમવર્ષાના જીવંત દ્રશ્યો સામે આવ્યા... જેમાં જોઈ શકાય છે કે બાઈક, કાર અને મકાન બધું બરફની સફેદ ચાદરમાં લપેટાયેલા છે...   

ધરતી પરના સ્વર્ગ કહેવામાં આવતાં જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષાની લાખો પ્રવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે... હજુ તો બરફવર્ષાની શરૂઆત છે... પરંતુ આગામી દિવસોમાં અહીંયા ભારેથી અતિભારે હિમવર્ષા થવાની સંભાવના છે... અત્યારથી જ પહાડો પર હિમવર્ષાથી મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે... ત્યારે આગામી દિવસોમાં મેદાની વિસ્તારના લોકોએ કાતિલ ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે... 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link