Photos: બરફની ચાદરમાં ઢંકાયા નંદી, બરફથી `બાબા`નો અભિષેક; મન મોહી લેશે કેદારનાથ ધામની આ તસ્વીર
ઉત્તરાખંડમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. તેની અસર હિમાલય ક્ષેત્રમાં સ્થિત કેદારનાથ ધામ પર પણ પડી રહી છે. આ દિવસોમાં ત્યાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે.
કેદારનાથ ધામમાં એટલી બધી હિમવર્ષા થઈ છે કે તે સફેદ ચાદર સમાન છે. ધામમાં અત્યાર સુધીમાં અઢી ફૂટથી વધુ બરફ પડ્યો છે. આ હિમવર્ષાને કારણે નંદી બાબા પણ બરફથી ઢંકાઈ ગયા છે.
बर्फबारी के बीच श्री केदारनाथ धाम से आज के दिव्य दर्शन।@12Jyotirling @aajtak @satpalmaharaj @UTDBofficial @Somnath_Temple #Kedarnath pic.twitter.com/mrjusW3Mdo
— Kedarnath Dham (@kedarnathdham11) December 28, 2024
સતત ભારે હિમવર્ષાને કારણે કેદારનાથ ધામમાં ચાલી રહેલા પુનર્નિર્માણ કાર્યને પણ અસર થઈ છે. લગભગ 60 મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા, જેઓ હવે સોનપ્રયાગ પરત ફરી રહ્યા છે.
વર્ષ 20213માં આવેલા વિનાશક પૂર બાદ કેદારનાથ ધામના નવીનીકરણનું કામ સતત ચાલી રહ્યું છે. ત્યાં યાત્રાળુ નિવાસ, વહીવટી અને હોસ્પિટલ બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે, જે ઠંડીને કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે.
હિમવર્ષા અને વરસાદને કારણે સમગ્ર કેદાર ઘાટીમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યાંનું તાપમાન સતત માઈનસ ડિગ્રીમાં રહે છે. જોકે, ITBPના જવાનો ત્યાં સતત સુરક્ષા જાળવી રહ્યા છે.