જો તમારા ઘરમાં આ 5 ડિવાઈસ હશે, તો હોસ્પિટલના ચક્કર નહીં કાપવા પડે

Sun, 25 Apr 2021-3:05 pm,

પહેલા બીપી ચેક કરવા માટે અઠવાડિયામાં એકવાર ઘર બહાર ડોક્ટર પાસે જવું જ પડતું હતું. જ્યારે હવે તમે ઘરમાં રહીને તમારું તથા પરિવારજનોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. જો તમારા પરિવારના કોઈ સભ્ય હાઈ બ્લડ પ્રેશર કે લો પ્રેશરથી પરેશાન હોય તો તમે ઓટોમેટિક બ્લડ પ્રેશર મોનિટર ખરીદીને ઘરે જ બીપીની તપાસ કરી શકો છો. 

કોરોનાકાળમાં ઓક્સિમીટર તમારા સ્વાસ્થ્યનો સાચો સાથી બની શકે છે. કારણ કે તે તમારા બ્લડમાં રહેલા ઓક્સિજનની જાણકારી ગણતરીની પળોમાં મેળવી લે છે. તેનાથી સરળતાથી ઓક્સિજન લેવલની જાણકારી મેળવી શકો છો. આ રીતે તમે ઘરે બેઠા તમારું તથા તમારા પરિવારનું ઓક્સિજન લેવલ જાણી શકો છો. 

સુગરના દર્દીઓ માટે ગ્લુકોમીટર કોઈ વરદાનથી કમ નથી. કારણ કે આ મશીનથી બ્લડમાં રહેલ ગ્લુકોઝની માત્રા સરળતાથી જાણી શકાય છે. કોઈ ડોક્ટરની સલાહ પર તમે ગ્લુકોમીટર ખરીદી શકો છો. 

કોવિડ-19 દરમિયાન તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તો ત્યાં રહેલા નર્સ કે ડોક્ટર સૌથી પહેલા કોન્ટેક્ટલેસ ઈન્ફ્રારેડ થર્મોમીટરની મદદથી બોડી ટેમ્પરેચર ચેક કરે છે. આ એક જરૂરી ઉપકરણ છે. જેનો ઉપયોગ ઘરમાં પણ થઈ શકે છે. તમે ડોક્ટરની સલાહ લઈને તેનો ઉપયોગ કરી શકો છો. 

ECG માટે હવે તમારે ઘરની બહાર નીકળવાની જરૂર નથી. કારણ કે પોર્ટેબલ ECG મોનિટરના માધ્યમથી ઘરે જ તમે ECG  રિપોર્ટ કાઢી શકો છો. આ ડિવાઈઝ ઓનલાઈન  પણ ખરીદી શકાય છે. તે ઉપરાંત આજકાલ સ્માર્ટવોચમાં પણ ઈસીજી સપોર્ટ મળી રહે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link