પર્સમાં ભૂલ્યા વગર મૂકજો આ વસ્તુ, રાતોરાત ભાગ્ય પલટી જશે! બની શકો છો અમીર
જ્યોતિષ શાસ્ત્રમાં ધન સંલગ્ન અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેનાથી વ્યકિત અમીર બની શકે છે. આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો જણાવીશું જેને અજમાવવાથી તમારું પર્સ ક્યારેય ખાલી થશે નહીં. ભાગ્ય ચમકી શકે છે.
જ્યોતિશાસ્ત્રમાં પીપળાના ઝાડને ખુબ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેમાં ત્રિદેવોનો વાસ હોય છે. આથી જો તમે તમારા પર્સમાં પીપળાનું પાંદડું રાખો તો ત્રિદેવોના આશીર્વાદની સાથે સાથે તમને દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં ગોમતી ચક્રને પણ શુભ માનવામાં આવે છે. તેને સુખ સમૃદ્ધિ અને ઉન્નતિનું પ્રતિક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તેને પર્સમાં રાખવાથી વ્યક્તિ ખુબ પ્રગતિ કરે છે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.
પર્સમાં કમળના મૂળિયા રાખવા એ પણ શુભ ગણાય છે. કારણ કે કમળનો સંબંધ લક્ષ્મી દેવી સાથે હોવાનું મનાય છે. તેનાથી લક્ષ્મીદેવીની કૃપા રહે છે. જો કોઈ વ્યક્તિ તેને પોતાના પર્સમાં રાખે તો તે અમીર બની શકે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં ચોખાને પણ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ધન પ્રાપ્તિના રસ્તા ખોલવા માંગે તો તેણે પીળા ચોખા પોતાના પર્સમાં રાખવા જોઈએ. આમ કરવાથી ધન પ્રાપ્તિ થઈ શકે છે.
જો તમે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માંગતા હોવ તો તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ પર્સમાં ચાંદીનો સિક્કો રાખવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)