કેંદ્રીય વિદ્યાલયમાં 8 હજાર પદો પર થશે ભરતી, શરૂ થઇ આવેદન પ્રક્રિયા

Tue, 28 Aug 2018-5:21 pm,

કેંદ્રીય વિદ્યાલય સંગઠન (KVS)એ 8,339 પદો પર ભરતી કરવા માટે અરજી મંગાવી છે. આ ભરતી પ્રિંસિપાલ, વાઇસ પ્રિંસિપાલ, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર, ટ્રેનડ ગ્રેજ્યુએટ ટીચર, પ્રાથમિક શિક્ષક અને લાઇબરેરીયનના પદ પર કરવામાં આવશે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 24 ઓગસ્ટ 2018થી શરૂ થઇ ગઇ છે. ઇચ્છુક ઉમેદવાર 13 સપ્ટેમ્બર 2018 સુધી અરજી કરી શકે છે. પદો સંબંધિત યોગ્યતા, પગાર ધોરણ અને અરજી વગેરે સાથે સંકળાયેલી અન્ય જાણકારીઓ આ પ્રકારે છે. 

પ્રિંસિપાલ - 76 પદ વાઇ પ્રિંસિપાલ - 220 પદ ગ્રેજ્યુએટ ટીચર - 592 પદ ટ્રેંડ ગ્રેજ્યુએટ ટીચર - 1900 પદ પ્રાઇમરી ટીચર- 5501 પદ લાઇબ્રેરિયન - 50 પદ

- પ્રિંસિપાલના પદ માટે ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ. - વાઇસ પ્રિંસિપાલના પદ માટે ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ. - પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચરના પદ માટે વધુમાં વધુ ઉંમર 40 વર્ષ. - ટ્રેંડ ગ્રેજ્યુએટ ટીચરના પદ માટે વધુમાં વધુ ઉંમર 35 વર્ષ. - પ્રાઇમરી ટીચરના પદ માટે વધુમાં વધુ ઉંમર 30 વર્ષ. - લાઇબ્રેરિયન પદ માટે વધુમાં વધુ 35 વર્ષ.

સંબંધિત પદો માટે અલગ-અલગ યોગ્યતા નક્કી કરવામાં આવી છે. આ પદો પર માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, Bed/Ded/ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ પાસ કરનાર ઉમેદવારો અરજી કરી શકે છે. 

સંબંધિત પદની વધુ જાણકારી માટે કેંદ્રીય વિદ્યાલયની સત્તાવાર વેબસાઇટ www.kvsangathan.nic.in પર જઇને ચેક કરી શકો છો. પદો માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 13 સપ્ટેમ્બર 2018 છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link