PHOTOS: રનવે પર ક્રેશ લેન્ડીંગ, બે ટુકડામાં વહેચાઇ ગયું એર ઇન્ડીયાનું વિમાન

Sat, 08 Aug 2020-12:05 pm,

વિમાનમાં કુલ 191 યાત્રી હતા જેમાંથી 174 યાત્રી, 10 નવજાત, બે પાયલટ અને 5 ક્રૂ મેમ્બર હતા. અકસ્માતમાં પાયલોટ દીપક વસંત સાઠેનું મોત થયું છે.

કરીપુર વિમાન દુર્ઘટનાને લઇને પીએમ નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયનથી ફોન પર વાત કરી હતી. શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે તમામ પ્રભાવિતોને મદદ પુરી પાડવામાં આવી રહી છે. 

દુર્ઘટનાગ્રસ્ત એર ઇન્ડીયા એક્સપ્રેસ વિમાનમાંથી આ બાળકીને રેસ્ક્યૂ કરવામાં આવી છે.

એરલાઇનના પ્રવક્તાના અનુસાર આ વિમાનમાં 191 મુસાફરો સવાર હતા. એરલાઇનના પ્રવક્તાના અનુસાર દુબઇથી આવી રહેલું એર ઇન્ડીયા એક્સપ્રેસ પ્લેન કોઝિકોડ એરપોર્ટ પર સરકી જતાં દુર્ઘટના સર્જાઇ હતી. ફ્લાઇટ-IX 1344- સાંજે લગભગ 7.40 વાગે એરપોર્ટ પર લેન્ડ થઇ. એર ઇન્ડીયા એક્સપ્રેના ફક્ત બોઇંગ 737 વિમાન જ છે.

એનડીઆરએફના ડાયરેક્ટ-જનરલ એસએન પ્રધાનના અનુસાર એનડીઆરની ટીમને કરીપુર એરપોર્ટ પર તાત્કાલિક મોકલી દેવામાં આવી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. 

ડીજીસીએએ કેસની તપાસના આદેશ આપ્યા છે. પૂર્વ કેન્દ્રીય પર્યટન મંત્રી કેજે અલ્ફોંસએ ટ્વિટ કરી કહ્યું કે કેરળમાં એક દિવસમાં બીજો અકસ્માત થયો. કોઝિકોડમાં વિમાન દુર્ઘટના દરમિયાન તેનો આગળનો ભાગ તૂટી ગયો.પાયલોટનું મોત થયું. અનેક મુસાફરો ઘાયલ થયા છે. તમામ મુસાફરોને ત્યાં નિકાળી લેવામાં આવ્યા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link