Unique Temple: આ મંદિરમાં માતાના દર્શન માટે પુરૂષોએ પણ કરવા પડશે 16 શૃંગાર
આ મંદિર કેરળના કોલ્લમ જિલ્લાના કોટ્ટનકુલંગરામાં સ્થિત છે. એવી માન્યતા છે કે, જે પણ મર્દ આ મંદિરમાં સોળ શૃંગારકરી દર્શન કરે છે. તેને સુંદર પત્ની અને સારી નોકરી મળે છે. આ મંદિરનું નામ શ્રી કોટ્ટનકુલંગરા દેવી મંદિર છે.
માન્યતા છે કે, આ મંદિરમાં માતાની મૂર્તિ સ્વયંભૂ પ્રકટ થઈ હતી. કેટલાક ગોવાળિયાઓએ માતાની મૂર્તિને જોઈ અને આ મૂર્તિની પૂજા મહિલાનું રૂપમાં કરી હતી. ત્યારથી પુરૂષોને આ મંદિરમાં પ્રવેશ માટે મહિલાઓનું રૂપ ધારણ કરવું પડે છે. દર વર્ષ 23 અને 24 માર્ચના શ્રી કોટ્ટનકુલંગરા દેવી મંદિરમાં ચામ્યાવિલક્કૂ ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવે છે.
આ મંદિરમાં પુરૂષોના શૃંગાર કરવા માટે એક રૂમ બનાવવામાં આવ્યો છે. તેમાં પુરૂષોના શૃંગારના તમામ આયોજન કરવામાં આવ્યા છે. અહીં મહિલાઓના કપડા, દાગીના અને નકલી વાળ જેવી વસ્તુઓ પણ મળે છે. જ્યારે કોઈ પુરૂષની મનોકામના પૂરી થાય છે તો તે મંદિરમાં મહિલાઓનો સામાન ચઢાવે છે.