ભારતમાં એક એવું ગામ છે જ્યાં સૌથી વધુ જોડિયા બાળકો જન્મે છે, વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા રહસ્ય

Tue, 18 Jun 2024-6:14 pm,

એક રિપોર્ટ અનુસાર જોડિયા બાળકો હોય તે ખુબ ઓછું જોવા મળે છે. ભારતમાં દર 1000 બાળકોમાં માત્ર 9 જોડિયા બાળકો પેદા થાય છે. પરંતુ કેરલના આ ગામમાં લગભગ દરેક ઘરમાં એક જોડિયા બાળકો છે. 2008ના ડેટા અનુસાર બે હજારની વસ્તીવાળા આ ગામમાં જુડવા બાળકોની સંખ્યા 400 હતી.  

કોડિન્ગહી ગામમાં એવું શું છે કે અહીં જોડિયા બાળકોની આટલી સંખ્યા છે? જેનો જવાબ કોઈ વૈજ્ઞાનિક પણ હજુ શોધી શક્યાં નથી. જેના કારણે ગામનું રહસ્ય યથાવત છે.  

જોડિયા બાળકોની સંખ્યા વધુ હોવાને કારણે કોડિન્હીને ટ્વિન ટાઉન નિકનેમ આપવામાં આવ્યું છે. અહીં ટ્વિન્સ એન્ડ કિન એસોસિએશન પણ બનાવવામાં આવ્યું છે, જે ટ્વિન્સને આર્થિક મદદ પહોંચાડે છે. 

જ્યારે તમે કેરલના આ ગામમાં જશો તો એન્ટ્રી પોઈન્ટ પર એક બ્લૂ બોર્ડ લાગેલું છે, જે આ ગામના રહસ્યને જણાવે છે. તેના પર લખેલું છે ભગવાનના જોડિયા ગામમાં તમારૂ સ્વાગત છે- કોડિન્હી

ઘણા રિપોર્ટ્સ અનુસાર ગામમાં લગભગ બે હજાર પરિવાર રહે છે, પરંતુ આશ્ચર્યની વાત છે કે તેમાંથી ઓછામાં ઓછા ચાર સો જોડિયા છે. આ ગામમાં દરેક ઉંમરના જોડિયા બાળકો છે, જેના નામે ઘણા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ છે.  

આ ગામ ખુબ સમયથી જોડિયા બાળકોની વધતી વસ્તી માટે ચર્ચામાં રહ્યું છે. અહીંના લોકો અનુસાર જોડિયા બાળકો છેલ્લી ત્રણ પેઢીઓથી આ ગામની શેરીઓમાં ફરી રહ્યાં છે, જેમાં સૌથી મોટી જોડી 1949માં પેદા થઈ હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link