આ ગુજરાતી બર્ડમેનનો અનેરો પક્ષી પ્રેમ! રોજ 5 હજાર પક્ષીઓને ખવડાવીને ખાય છે, અનોખી મિશાલ

Wed, 15 May 2024-5:54 pm,

ખેતી કામ સાથે પક્ષી પ્રત્યે પ્રેમ દર્શાવી બર્ડમેન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર હરસુખભાઈ ડોબરીયા છેલ્લા 27 વર્ષથી પોતાની 10 વિઘા જમીનમાં થતી પાકોની આવક માત્ર હજારો પક્ષીઓને ચણ આપી અબોલ પક્ષીઓની સંભાળ સાથે પક્ષી પ્રેમ વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે. ખેતીની આવકમાંથી હરસુખભાઈ હજારો પક્ષીઓ માટે બાજરાના ડુંડા ખરીદી ખવડાવે છે. 

વધુમાં હરસુખભાઈએ જણાવ્યુ કે જૂન માસમાં ચોમાસાના દિવસોમાં પક્ષીઓને ખાવાનું મર્યાદિત મળતું હોવાથી અમારી વાડીએ એક વખત બાજરાના ડુંડા રાખતા પ્રથમ 2 પોપટ આવ્યા ત્યારબાદ 5 પાંચ પોપટ આવ્યા અને ધીમે ધીમે પક્ષીઓની સંખ્યા વધતા અમે બાજરાના ડુંડા મુકવા ખાસ સ્ટેન્ડ બનાવ્યું અને હાલમાં આજે પાંચ હજાર પક્ષીઓમાં પોપટ સહિત ચકલા, ચકલીઓ, અને કબૂતર સહિત અન્ય પક્ષીઓ વાડીએ આવે છે અને બાજરાના પોતાની તૃષા સંતોષી રહ્યા છે. 

પોપટ સાથે પ્રેમની કહાનીમાં તેમના પત્નીની સેવા અને પુત્રની સેવા પણ રહેલી છે, અને અબોલ પક્ષીઓને ખવડાવી ધન્યતા અનુભવતા ખેડૂત પરિવાર રોજના પાંચ હજાર પક્ષીઓની સાર સંભાળ લઈ પક્ષી પ્રત્યેનો પ્રેમ અનેરી રીતે દર્શાવી ખુદને ધન્યતા અનુભવી રહ્યા છે.

લોકોને પક્ષીઓ પ્રત્યેનો સંદેશ આપતા હરસુખભાઈએ  જણાવ્યું કે અબોલ પક્ષીઓને ઉડવા માટે કુદરતે વિશાળ ગગન આપ્યું છે માટે પક્ષીઓને પોતાની રીતે ગગનમાં વિહરવા દેવા જોઈએ નહીં કે ઘરમાં પિંજરામાં કેદ કરી પક્ષીઓનો કુદરતી રીતે વિહરવાનો હક્ક છીનવી લઈએ અને અબોલ પક્ષીઓને ઘરમાં પિંજરામાં કે અન્ય રીતે કેદ કરી બંધનમાં રાખવાનો માનવ જાતને કોઈ અધિકાર જ નથી.

કોરોના કાળના લોકડાઉનમાં જ્યારે આપણે ઘરમાં કેટલા મહિના કેદ રહ્યા ત્યારે સમગ્ર માનવ જાત કંટાળી ગઈ હતી ત્યારે આ તો કુદરતના ખોળે ખેલનારા અને મુક્ત રીતે વિહારનારા કુદરતના સર્જેલા અબોલ પક્ષીઓ છે તેમને મુક્ત રાખવા બેડમેને અંતમાં લોકોને અપીલ કરી ઉત્તમ સંદેશ આપ્યો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link