રહસ્યમય ગ્રહ બનશે શક્તિશાળી, 10 નવેમ્બર સુધી આ 3 રાશિવાળાને કરાવશે અપાર ધનલાભ, સુખ-સંપત્તિમાં થશે વધારો!

Mon, 02 Sep 2024-10:31 am,

છાયા ગ્રહ કેતુ જ્યારે કોઈને આપવા પર આવી જાય છે  તો છપ્પરફાડ લાભ કરાવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ ગ્રહને માયાવી ગ્રહ પણ કહેવાયો છે. આ ગ્રહની સૌથી વધુ અસર મગજ અને સોચ પર પડે છે. જેનાથી દરેક કામ પ્રભાવિત થાય છે. આ વર્ષે કેતુ કોઈ પણ પ્રકારનું રાશિ ગોચર કરવાનો નથી પરંતુ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી નક્ષત્ર પરિવર્તન કરીને ચાર વખત પોતાનું નક્ષત્ર પરિવર્તન કરીને ચાલમાં ફેરફાર કરશે. આ કડીમાં કેતુ 9 સપ્ટેમ્બર 2024ના રોજ હસ્ત નક્ષત્રના પ્રથમ ચરણ (પદ)માં પ્રવેશ કરશે. કેતુ ગ્રહ અહીં 10 નવેમ્બર સુધી ગોચર કરશે. ત્યારબાદ ફરી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરી જશે. તેના આ ગોચરની અસર આમ તો તમામ રાશિઓ પર પડશે પરંતુ 3 રાશિઓને ખુબ ફાયદો થશે. જાણો આ 3 લકી રાશિઓ વિશે. 

કેતુના નક્ષત્ર પરિવર્તનની કર્ક રાશિઓ પર સકારાત્મક અસર પડી શકે છે. તમારી સોચ અને કામ વચ્ચે તાલમેળ વધશે. તેનાથી દરેક કામ સફળ થશે અને તમારા પક્ષમાં રહેશે. તમારું પોતાનું કામ શરૂ કરી શકો છો. તમને આર્થિક ફાયદો થશે. બિઝનેસ મીટિંગ માટે બહાર જવાના યોગ છે. કારોબારનો વિસ્તાર થઈ શકે છે. નોકરીના મોરચે બધુ ઠીક રહી શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થવાથી ધનની બચત થશે. કોઈ સંબંધીના સહયોગથી નવી પ્રોપર્ટી લઈ શકો છો. લવ રિલેશનશીપમાં પાર્ટનરની ડિમાન્ડ પૂરી કરશો. કૌટુંબિક જીવન સુખમય રહેશે. તમને સ્વાસ્થ્યનો પણ સાથ મળશે. 

ધનુ રાશિના જાતકો માટે કેતુનું નક્ષત્ર પરિવર્તન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારામાં ધર્મ અને આધ્યાત્મ પ્રત્યે વિશેષ રૂચિ ઉત્પન્ન થશે. વેપારમાં તેજી આવવાની પ્રબળ સંભાવના છે. લાભનો માર્જિન વધી શકે છે. ધંધામાં નવો ભાગીદાર મળવથી વેપારમાં વિસ્તાર થઈ શકે છે. આવકના નવા રસ્તાની શોધ પૂરી થઈ શકે છે. નોકરીયાત જાતકોને આવકમાં વધારો થઈ શકે છે. પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થશે. કૌટુંબિક સભ્યો સાથે દરેક પ્રકારના મતભેદનો અંત આવી શકે છે. લવ લાઈફમાં પાર્ટનર સાથે ભાવનાત્મક લગાવ વધી શકે છે. 

કુંભ રાશિના જાતકો માટે છાયા ગ્રહ કેતુનું નક્ષત્ર પરિવર્તન અનેક પ્રકારે લાભકારી સાબિત થઈ શકે છે. તમારો સરકારી અધિકારીઓ સાથે મેળમિલાપ વધશે જેનો પ્રભાવ કાર્યક્ષેત્રે જોવા મળશે. તમારા અટકેલા કામો પૂરા થશે. કોઈ સીનિયર સાથીની મદદ મળશે. બેરોજગાર યુવાઓને જોબ મળવાના યોગ છે. સેના અને પોલીસમાં ભરતી થઈ શકે છે. વેપારીઓને વેપારમાં સરકારી મદદનો ફાયદો થશે. મોટા કોન્ટ્રાક્ટર કોઈ મોટા સરકારી પ્રોજેક્ટ મેળવી શકે છે. જ્યાં સુધી કૌટુંબિક મોરચાની વાત છે તો પરિવારના સભ્યોનો આપસી સહયોગ જળવાઈ રહેશે. વ્યક્તિગત રીતે તમારું દાંપત્ય જીવન સુખમય રહેશે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link