KGF Chapter 2: રોકીથી 9 વર્ષ નાની છે તેની માતા, સોશિયલ મીડિયા પર થઈ રિયલ લાઈફની તસવીર
અર્ચના જોઇસ માત્ર 27 વર્ષની છે જ્યારે યશ 36 વર્ષનો છે. જો કે, અર્ચનાએ રોકીના માતાના રોલમાં જાન ફૂંકી દીધી હતી.
અર્ચના જોઈસ એક જાણીતી મોડલ અને સાઉથ ફિલ્મ એભિનેત્રી છે, જો કે, તે સૌથી વધારે ફેમસ કેજીએફમાં રોકીની માતાનો રોલ નિભાવ્યા બાદ થઈ છે.
રિપોર્ટ્સનું માનીએ તો અર્ચના જોઈસ એક ટ્રેંડ કથક ડાન્સર છે. આ કારણથી તે ઘણા સ્ટેજ શોમાં ભાગ લઈ ચુકી છે.
છેલ્લા કેટલાક દિવસથી અર્ચના જોઈસની રિયલ લાઈફની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.
અર્ચના જોઈસ પરણિત છે અને તેના પતિનું નામ શ્રેયસ ઉથુપ્પા છે. તે ઘણી વખત તેના પતિ સાથેની તસવીરો શેર કરે છે.