સાહસનું બીજું નામ એટલે ગુજરાતી યુવતીઓ! હોળીના સળગતા અંગારા પર દોડી યુવતીઓ
ખેડા જિલ્લાના પલાણા ગામની ભાગોળે ટાવર પાસે મોટી હોળી પ્રજ્જવલિત કરવામાં આવે છે. સાંજે સાસ્ત્રોકત વિધિથી પૂજા કરવામાં આવે છે.
હોળી સંપૂર્ણ પ્રગટી ગયા બાદ જ્યારે તેના અંગારા થાય છે, ત્યારે ગ્રામજનો આ હોળીના અંગારા જમીન પર ફેલાવે છે અને ગામના પુરુષો, સ્ત્રીઓ અને નાના બાળકો પણ તેમાં ભાગ લે છે. અને ધગધગતા અંગારા પર ચાલે છે.
કહેવાય છે કે આ અંગારા પર ચાલવાથી તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. હોળીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ અંગારા પર ચાલવા માટે દૂર-દૂરથી આવે છે.
ઉલ્લેખનીય છે કે અહીં લોકો સળગતા અંગારા પર ચાલે છે, પછી તેઓ વિચારે છે કે આ હોળી માતા દ્વારા તેમની બધી મુશ્કેલીઓ પૂર્ણ થશે.
આ પલાણા ગામમાં આ દિવસનો તહેવાર ઉજવવામાં આવે છે અને માત્ર પુખ્ત વયના લોકો જ નહીં, નાના મોટા સૌ કોઈ આ અંગારા પર ચાલે છે.