નોર્મલ કાર જેવી દેખાતી આ ઇલેક્ટ્રિક કારને આપ્યો ક્રોસઓવર લૂક, તસવીરો જોઇ કહેશો વાહ શું કાર છે!
Kia EV6 ની તસવીરો બહાર પાડ્યા બાદ તેના લોન્ચિંગ અંગે પણ અટકળો થઈ રહી છે. મેગા ઓનલાઇન ઇવેન્ટ દરમિયાન તેનું વર્લ્ડ પ્રીમિયર પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. નવી Kia EV6 એ સમર્પિત બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) છે, જે કંપનીના નવા ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ (E-GMP) પર ડિઝાઇન કરવામાં આવી છે.
કંપનીએ તેને ક્રોસઓવર લૂક આપ્યો છે, જે તેને એકદમ આકર્ષક બનાવે છે. કંપનીએ તેને એક આકર્ષક ડિઝાઇન અને રેકિશ વિન્ડસ્ક્રિન આપી છે. આ સિવાય કારના પાછળના ભાગમાં આપવામાં આવતી LED ટેલ-લાઇટ્સ આ કારની સુંદરતાને વધુ સારી બનાવે છે.
Kia EV6 ને તેની પોતાની પેટન્ટની નોઝ ગ્રિલ, સ્લીક ડે ટાઇમ રનિંગ લાઇટ્સ (DRL's) અને આકર્ષક હેડલેમ્પ્સ મળે છે. પાછળના ભાગમાં કંપનીએ C-પીલર સાથે એરોડાયનેમિક સ્પોર્ટી સ્લોપ આપ્યો છે.
તેની સૌથી મોટી સુવિધા તેની લાંબી પહોળી ઓડિઓ વિઝ્યુઅલ નેવિગેશન (AVN) સિસ્ટમ છે. આ સિસ્ટમ સ્ટીઅરિંગ વ્હીલથી થઈને આખા સેન્ટર ડેશબોર્ડ સુધી વિસ્તરે છે. આ આખું એકમ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નેવિગેશન જેવી વિગતો દર્શાવે છે. આ સિવાય તેમાં પેસેન્જર કંટ્રોલ HVAC (હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ) સેટિંગ્સ આપવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેનું પાવરટ્રેન અને પરફોર્મન્સ આવનારી Hyundai Ioniq 6 ની જેમ હોઇ શકે છે. જોકે, કંપની દ્વારા આ વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આમાં, E-GMP પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કારને ફક્ત 18 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરે છે. એવું માનવામાં આવે છે કે તેમાં 72.6 kWh ની ક્ષમતાની બેટરીનો ઉપયોગ કરી શકાય છે. જે એક જ ચાર્જમાં 500 કિ.મી. સુધી ચાલી શકે છે.