Kiara Advani માલદીવમાં માણી રહી છે રજાઓ, જણાવી રહી છે ફિટ રહેવાનો મૂળ મંત્ર
બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી પોતાના વેકેશનની મજા માણી રહી છે. અભિનેત્રીએ વેકેશનનો ફોટો શેર કરતા ફિટનેસનો મંત્ર જણાવ્યો છે.
કિયારા અડવાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક બિકિની તસવીર શેર કીર છે, તેમાં તે ખુબ ફિટ જોવા મળી રહી છે.
કિયારા અડવાણી (Kiara Advani)એ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, સ્વિમ, સ્લીપ, હાઇડ્રેડ, ઈટ, રિપીટ.
મહત્વનું છે કે હાલમાં કિયારા માલદીવમાં પોતાની રજાઓ માણી રહી છે. અહેવાલ પ્રમાણે તે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે માલદીવમાં નવુ વર્ષ ઉજવવા ગઈ હતી.
કિયારા અડવાણી (Kiara Advani) હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ઇંદુ કી જવાનીમાં જોવા મળી હતી.
કિયારા અડવાણી (Kiara Advani)ની પાસે આ સમયે ત્રણ ફિલ્મો છે. અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તે ફિલ્મ શેરશાહમાં જોવા મળશે.
તે અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) સાથે ફિલ્મ ભૂલ ભુલૈયા, અને જુગ-જુગ જિયોના સહ અભિનેતા અનિલ કપૂર, નીતૂ કપૂર અને વરૂણ ધવન સાથે જોવા મળશે.