સગાઈ તૂટ્યાં બાદ પહેલીવાર જાહેરમાં દેખાઈ કિંજલ દવે, પાવાગઢ મહાકાળી માના કર્યા દર્શન, જુઓ PHOTOs
આ સાથે જ શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીની ધ્વજા માથે લઈ વાજતે ગાજતે મંદિરની પ્રદક્ષિણા પણ કરી હતી.
એટલું જ નહીં, પાવાગઢને પોતીકો વિસ્તાર કહી કિંજલ દવેએ શૂટ કરવા માટે આવવાની તક મળી તે બદલ પોતાને ભાગ્યશાળી ગણાવી હતી.
પાવાગઢના ગૌરવપૂર્ણ ઈતિહાસમાં 500 વર્ષ પછી શિખર ઉપર ધ્વજા ફરકી છે, ત્યારે તમામ માઈભક્તોએ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનનો લાભ લઈ આશીર્વાદ મેળવવા જોઈએ તેવું પણ કિંજલ દવેએ જણાવ્યું હતું.