Rajasthan નું Kiradu Temple, જ્યાં રાત રોકાવવા પર શ્રદ્ધાળુઓ બની જાય છે પથ્થર!
આ રહસ્યમય મંદિર રાજસ્થાનના (Rajasthan) બાડમેર (Barmer) જિલ્લાનું છે. આ મંદિર 'કિરાડુ મંદિર' (Kiradu Temple) તરીકે પણ ઓળખાય છે. એવું કહેવાય છે કે 1161 ઈ સ. પૂર્વે આ સ્થળનું નામ 'કિરાત કુપ' હતું. રાજસ્થાનમાં હોવા છતાં, આ મંદિર દક્ષિણ ભારતીય શૈલીમાં બનાવવામાં આવ્યું હતું. લોકો આ મંદિરને રાજસ્થાનનું ખજુરાહો પણ કહે છે.
અહીં પાંચ મંદિરોની શ્રૃંખલા છે. આ શ્રૃખલાના મોટાભાગના મંદિરો હવે ખંડેર છે. જ્યારે શિવ મંદિર અને વિષ્ણુ મંદિરની (Kiradu Temple) હાલત બરાબર છે. આ મંદિર કોણે બંધાવ્યું? આ વિશે વધારે માહિતી ઉપલબ્ધ નથી. જો કે, મંદિરના નિર્માણને લઈને લોકોની ચોક્કસ માન્યતાઓ છે.
એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં (Kiradu Temple) એક સમયે એવી ઘટના બની હતી, જેનો ડર આજે પણ લોકોમાં છે. એવું કહેવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા એક સાધુ તેના શિષ્યો સાથે આ મંદિર પહોંચ્યા હતા. એક દિવસ તેઓ શિષ્યોને મંદિર પાસે છોડી દીધા અને પોતે ક્યાંક ફરવા જતા રહ્યા. આ દરમિયાન એક શિષ્યની તબિયત અચાનક બગડી ગઈ. સાધુના અન્ય શિષ્યોએ ગ્રામજનોની મદદ માંગી, પરંતુ કોઈએ તેમને મદદ કરી નહીં. સાધુને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ગુસ્સે થયા અને તેમણે ગામલોકોને શ્રાપ આપ્યો કે સાંજ પછી તમામ લોકો પથ્થરમાં ફેરવાઈ જશે.
લોકકથાઓ અનુસાર, એક મહિલાએ સાધુના શિષ્યોને મદદ કરી હતી. સાધુએ આ જોઈને રાજી થયા અને સ્ત્રીને કહ્યું કે તેણીએ સાંજ પહેલા ગામ છોડી દેવું જોઈએ અને પાછળ ફરીને ના જોવું જોઈએ. મહિલા જ્યારે જતી હતી ત્યારે તેણે જિજ્ઞાસાથી પાછળ જોયું. જેના કારણે તે પથ્થરની બની ગઈ હતી.
મંદિર પાસે મહિલાની મૂર્તિ આજે પણ સ્થાપિત છે. આ શ્રાપના કારણે નજીકના ગામના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. જેને કારણે આજે પણ લોકોમાં એવી માન્યતા છે કે જે કોઈ પણ આ મંદિરમાં (Kiradu Temple) સાંજ પછી પગ રાખશે કે રોકાશે તે પણ પથ્થરનો બની જશે. આ જ કારણ છે કે સાંજના સમયે આ મંદિરમાં કોઈ રહેવાની હિંમત કરતું નથી.