Kisan Credit Card: કિસાન ક્રેડિટ કાર્ડ કેવી રીતે મેળવશો? ખેડૂતોને મળે છે આ ફાયદા, જાણો તમામ વિગતો

Mon, 16 Nov 2020-9:45 am,

પીએમ કિસાન સ્કીમની વેબસાઈટ પર તમને કિસાન ક્રેડિટ કાર્ડનું ફોર્મ મળી જશે. અહીં બેંકોમાં જમા કરવામાં આવનારા દસ્તાવેજો અંગે સ્પષ્ટ લખ્યું છે કે તેમણે ખેડૂતો પાસેથી માત્ર 3 દસ્તાવેજો લેવાના છે. આ સાથે જ આ દસ્તાવેજોના આધારે લોન આપવાની વાત  કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ અને એક ફોટો જોઈએ. આ સાથે જ એક શપથ તમારે બેંકમાં જમા કરાવવાની રહેશે. જેમાં એ જણાવવું પડશે કે તમે કોઈ અન્ય બેંકમાંથી કરજ તો નથી લીધુ ને. 

કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે તમારી પાસે અનેક વિકલ્પ છે. તમે ઈચ્છો તો કોઓપરેટિવ બેંક, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈન્ડિયા, સ્થાનિક ગ્રામીણ બેંક, અને ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી તમારું કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે અરજી આપી શકો છો. 

આ માટે તમારે સૌથી પહેલા પીએમ કિસાનની અધિકૃત વેબસાઈટ pmkisan.gov.in પર જવું પડશે. અહીં તમારે ફાર્મરના ટેબમાં જમણી બાજુ ડાઉનલોડ કિસાન ક્રેડિટ ફોર્મનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરીને ફોર્મ ડાઉનલોડ થઈ જશે અને તેને ભરીને નજીકની બેંકમાં તમારે જમા કરાવવાનું રહેશે.   

અત્રે જણાવવાનું કે KCC કાર્ડની વેલિડિટી 5 વર્ષની છે. જો તમને ક્રેડિટ કાર્ડ અંગે કોઈ સમસ્યા છે કે પછી તમારે દસ્તાવેજો સંબંધિત કોઈ પણ ફરિયાદ હોય તો તમે ફરિયાદ પોર્ટલ પર કે પછી UMANG એપ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તેનો જલદી ઉકેલ લાવવામાં આવશે. 

અત્રે જણાવવાનું કે કિસાન ક્રેડિટ કાર્ડ પર ખેડૂત 3 લાખ સુધીની લોન લઈ શકે છે. આ લોન પર બેંક 9 ટકા વ્યાજ લેશે પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને રાહત માટે આ વ્યાજ પર સરકાર 2 ટકા સબસિડી આપે છે. ખેડૂતોને એક ફાયદો એ પણ છે કે જો તેઓ સમય પહેલા વ્યાજ ચૂકવશે તો તેમને સરકાર દ્વારા 3 ટકા વધુ સબસિડી  પણ આપવામાં આવશે. આવામાં ખેડૂતે કરજની રકમ પર માત્ર 4 ટકા વ્યાજ જ ચૂકવવાનું રહેશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link