હેપી બર્થ-ડે : જાણો કિશોરકુમારની અજાણી વાતો

Sat, 04 Aug 2018-4:26 pm,

કિશોરકુમારે 1948માં પોતાનું પહેલું ગીત ફિલ્મ 'જિદ્દ' માટે ગાયું હતું. આ પછી તેણે દેવ આનંદ માટે ગીતો ગાયા છે.

કિશોરકુમારે પોતાની ફિલ્મી કરિયરમાં અનેક સુપરહિટ ગીતો સાથે સુપરહિટ ફિલ્મો આપી છે. 

કિશોરકુમાર વિશે એક રસપ્રદ વાત એ છે કે તેમની શરૂઆતની અનેક ફિલ્મમાં તેમના માટે મોહમ્મદ રફીએ ગીતો ગાયા હતા. 

70-80ના દાયકામાં લોકો મોહમ્મદ રફીની સાથેસાથે કિશોરકુમારના ગીતોના મોટા પ્રમાણમાં ફેન હતા. કિશોરકુમારના ચાહકોની સંખ્યા આજે પણ જળવાયેલી છે.

કિશોરકુમારે 1957માં બનેલી ફિલ્મ `ફંટુશ`ના ગીત `દુખી મન મેેરે`થી પોતાનો એવો જાદૂ ચલાવ્યો હતો કે લોકો તેમની પ્રતિભાને માની ગયા હતા.આ પછી એસ.ડી. બર્મને કિશોરકુમારને પોતાના મ્યુઝિક ડિરેક્શનમાં અનેક ગીતો ગાવાની તક આપી હતી. 

કિશોરદાએ હિન્દી સહિત તામિલ, મરાઠી, અસમી, ગુજરાતી, કન્નડ, ભોજપુરી, મલયાલમ અને ઉડિયા ફિલ્મો માટે ગીતો ગાયા છે. તેને આઠ ફિલ્મફેર પુરસ્કાર મળ્યા છે. તેમને પહેલો ફિલ્મફેર પુરસ્કાર1969માં ફિલ્મ આરાધનાના ગીત `રૂપ તેરા મસ્તાના, પ્યાર મેરા દિવાના` માટે મળ્યો હતો. 

કિશોરકુમાર 81 ફિલ્મોમાં એક્ટિંગ કરી છે અને 18 ફિલ્મોનું ડિરેક્શન કર્યું છે. ફિલ્મ પડોશનમાં તેમણે ભજવેલા રોલની ચારે તરફ બહુ ચર્ચા થઈ હતી. 

કિશોરકુમાર ફિલ્મની દુનિયાના દરેક પ્રકારના ગીતો ગાઈ ચૂક્યા છે. તેમના ગીતો આજે પણ લોકોમાં ભારે લોકપ્રિય થયા છે. 

કિશોરકુમારના જન્મદિવસે જ 2004માં નાસાએ એનલેટિક્સ સુપર કમ્પ્યૂટર કેસીને કલ્પના ચાવલાનું નામ આપવામાં આવ્યું હતું.

1975થી 1977 સુધી 21 મહિનાઓ સુધી ઇમરજન્સી દરમિયાન કિશોરકુમારને સરકાર તરફથી એક પ્રસ્તાવ મળ્યો હતો. આ પ્રસ્તાવ પ્રમાણે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના 20 સુત્રીય પ્રોગ્રામ માટે બનાવવામાં આવેલા ગીતોને તેમણે અવાજ આપવાનો હતો. જોકે તેમણે આ વાતની ના પાડી દીધી હતી. આ કારણોસર કિશોરકુમાર  પર ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link