Hair Care Tips: રુક્ષ અને બેજાન વાળને રેશમ જેવા સિલ્કી બનાવવા વાળમાં લગાડો આમાંથી કોઈ એક વસ્તુ
બેજાન થયેલા વાળને સુંદર અને સિલ્કી બનાવવા માટે તમે વાળમાં એલોવેરા જેલ લગાવી શકો છો. તેનાથી તમારા વાળ ચમકદાર બનશે.
તમે તમારા વાળ પર દહીં અને મધનું માસ્ક લગાવી શકો છો. આ માસ્ક તમારા વાળને ચમક આપશે. દહીં અને મધ તમારા વાળ માટે ફાયદાકારક છે.
તમે વાળમાં એલોવેરા જેલ અને દહીંનું માસ્ક પણ લગાવી શકો છો. તેના કારણે તમારા વાળ સોફ્ટ અને શાઈની બને છે.
શિયાળામાં જો વાળ વધારે ખરવા લાગે તો માથામાં નાળિયેરનું તેલ ગરમ કરીને લગાડો.
શિયાળામાં વાળમાં ગરમ તેલની માલિશ કરવી જોઈએ. તેનાથી વાળમાંથી ગંદકી દૂર થાય છે અને વાળને મોઇશ્ચર મળે છે.