Kitchen Tips: રવામાં મહિનાઓ સુધી નહીં પડે જીવાત, પડી હશે તો પણ નીકળી જાશે આપોઆપ, અજમાવો આ 5 ટ્રિક્સ
રવામાં જીવાત ન પડે તે માટે તમાલપત્રનો ઉપયોગ પણ કરી શકાય છે. એના માટે તમે જે કન્ટેનરમાં રવો ભરો તેમાં ત્રણથી ચાર પાન તમાલપત્રના રાખી દેવા. તેનાથી સુજી લાંબા સમય સુધી ફ્રેશ રહેશે અને જીવાત પણ નહીં થાય.
સોજીમાં પડેલી જીવાતને દૂર કરવા માટે કપૂરનો ઉપયોગ પણ કરી શકાય છે. ડબ્બામાં સ્ટોર કરેલા રવામાં જો જીવાત થઈ ગઈ છે તો તેને પહેલા કપડા પર સારી રીતે પાથરો. ત્યાર પછી તેમાં કપૂરના નાના નાના ટુકડા મૂકી દો. કપૂરની ગંધથી જીવાત દૂર થઈ જશે.
સોજીના જીવડાને દૂર કરવા માટે મીઠું પણ ઉપયોગી છે. તેના માટે મીઠાના ટુકડા લેવા પડશે. મીઠાના ટુકડાને સુજીમાં રાખી દેશો તો તેમાં જીવાત ક્યારેય નહીં થાય.
જે રીતે ખાંડમાં લવિંગ રાખવાથી કીડી નથી ચડતી તે રીતે સોજીના ડબ્બામાં જો લવિંગ રાખી દેશો તો તેમાં પણ જીવાત નહીં થાય. અને મહિનાઓ સુધી ફ્રેશ રહેશે. જો રવામાં જીવાત થઈ ગઈ હોય તો તેને તડકામાં રાખીને તેમાં થોડા લવિંગ રાખી દેવાથી પણ કીડા નીકળી જશે.