એ લપેટ...કાયપો છે: પતંગરસિયાઓ માટે ખુશખબર, આ દિશામાં ફૂંકાશે વાયરો, આગાહી વાંચી થઈ જશો રાજી

Fri, 05 Jan 2024-10:56 am,

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં (Gujarat) કાતિલ ઠંડી (Cold Wave) પડી રહી છે. રાજ્યના હવામાન વિભાગે (Meteorological Department) હજુ 48 કલાક કડકડતી ઠંડી પડશે તેવી આગાહી (Forecast) કરી છે. ત્યારે સૌ કોઈના મનમાં પ્રશ્ન છે કે મકરસંક્રાતિના દિવસે વાતાવરણ કેવું રહેશે? પવનની ઝડપ કેવી રહેશે? શું આસાનીથી પતંગ ચગાવી શકાશે. તો તમને કહી દઈએ કે આ વર્ષે વાતાવરણ ઉત્તરાયણમાં પતંગરસિયાઓને મજા પડશે.   

જી હા...જાન્યુઆરીમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. 5 અને 6 જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલ્ટો આવશે, એટલે કે વાદળછાયુ વાતાવરણ રહેશે. 10 થી 13 જાન્યુઆરીએ પણ વાતાવરણમાં નરમાશ જોવા મળી શકે છે. જોકે 11 જાન્યુઆરી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ખાસ જણાવ્યું છે કે ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 15 જાન્યુઆરીની મધ્યરાત્રીએ પવનનુ જોર રહેશે અને 16 અને 17 જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે. 14 અને 15 જાન્યુઆરી વાદળછાયુ વાતાવરણ રહેશે.

14મી જાન્યુઆરી ઉત્તરાયણના પૂર્વ મધ્યરાત્રીએ પવનનુ જોર સાથે સવારે ઠંડી રહેશે. સવારમાં પવનની ગતિ થોડી ઝડપી રહેશે. બપોર બાદ ધીમો પડશે. રાતે સ્પીડમાં પવન ફૂંકાશે. આ સાથે 15 જાન્યુઆરીની મધ્યરાત્રીએ પવનનુ જોર રહેશે. 16 અને 17 જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે.

વાસી ઉત્તરાયણ તા. 15મી જાન્યુઆરીના દિવસે પવન 10થી 12 કિ.મી.ની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. લગભગ સવારથી બપોરના સુધી પવન રહેશે. ત્યાર બાદ સાંજે પવન ધીમો પડશે. રાતે પવનની ગતિ ફરી વધશે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે આકાશમાં વાદળો છવાયેલા રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે. આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમા ઘણા પલટા આવવાની શક્યતા રહેશે. 24 જાન્યુઆરીના રોજ ઠંડીનો ચમકારો રહેશે. હવે 2024 વર્ષની શરુઆત કેવી રહે તેની ઉપર નજર બધાની નજર છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના હવામાન અંગે 2023નું વર્ષ કોયડા સમાન રહ્યુ હતુ તેવી રીતે 2024નું વર્ષ પણ હવામાન માટે કાંઈક અંશે ગૂંચવણભર્યુ તો રહેવાની શક્યતા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણમાં ગુજરાતમાં પવન અને હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link