લોકસભા પહેલા ફરી લાઈમલાઈટમાં આવી ચાની કિટલી! અમદાવાદમાં ફરી જીવંત બનશે કિટલી સર્કલની ઓળખ
જો કે મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે કિટલી સર્કલના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. જોકે મૂળ સર્કલની ડિઝાઇન અને સ્ટ્રક્ચર બદલ્યા બાદ અમદાવાદના ગોતા વિસ્તાર સ્થિત સિલ્વર ઓક યુનિવર્સિટી અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવેલ સર્કલ નારણપુરાના ધારાસભ્ય જીતુ ભગતના હસ્તે કીટલી સર્કલનું લોકાર્પણ કરી તેનું 'સંત શિરોમણી સર્કલ' નામાંકરણ પણ કરવામાં આવ્યું.
વર્ષ 2014 દરમિયાન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત દેશભરમાં 'ચાય પે ચર્ચા'ની થીમ પર સામાન્ય લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. 'ચા' શબ્દ દરેક સામાન્ય વ્યક્તિના જીવન સાથે સંકળાયેલો વિષય છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના પ્રારંભિક વર્ષોમાં વડનગરમાં રેલ્વે સ્ટેશન પર ચા વેચી સંઘર્ષ કર્યો હતો.
જેથી સંઘર્ષ અને સામાન્ય વ્યક્તિ સાથે રોજિંદા દૈનિક રીતે જોડાયેલ 'ચા' ની કિટલીની પ્રતિકૃતિ સાથે વર્ષ 2014માં કેટલી સર્કલ તૈયાર કરવામાં આવ્યું હતું. મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે તેના સ્ટ્રક્ચરમાં થયેલા ફેરફાર બાદ હવે ફરી કિટલી સર્કલ પોતાની જૂની ઓળખ સાથે અને નવા નામ સાથે અસ્તિત્વમાં આવ્યું છે.