અનુપમા અને કાવ્યાને છોડો...ખરેખર તો `વનરાજ`ના દિલમાં વસે છે આ હસીના, જુઓ PHOTOS

Sun, 06 Jun 2021-3:18 pm,

સુધાંશુ પાંડે પરિણીત છે. પત્નીનું નામ મોના પાંડે છે. મોના એક હોમ મેકર છે. મોના પાંડે મીડિયાની ઝાકમઝોળથી દૂર રહેવાનું પસંદ કરે છે. અભિનેતા સુધાંશુ પાંડે અંગત લાઈફમાં ખુબ જ ઠરેલ છે અને પત્ની સાથે ગજબનો તાલમેળ ધરાવે છે. 

સ્ટાર્સની પત્નીઓ છાશવારે મીડિયા સામે પોતાની સારી સારી વાતો રજુ કરતી હોય છે પરંતુ સુધાંશુ પાંડેની પત્ની મોના પાંડેને તો તેનાથી કોઈ ફરક પડતો નથી. તે શોઓફથી ખુબ દૂર રહે છે. 

મોના પાંડે સુધાંશુના પરિવારનો ખુબ ખ્યાલ રાખે છે. અનુપમાના આ અભિનેતા સુધાંશુ પાંડે બે બાળકોના પિતા છે. જેમના નામ નિર્વાન અને વિવાન છે. સુધાંશુ ભલે શૂટિંગમાં વ્યસ્ત રહે પરંતુ મોના બાળકોનો પૂરેપૂરો ખ્યાલ રાખે છે. ​

મોના પાંડે અને સુધાંશુ પાંડે હંમેશા સાથે જોવા મળે છે. મોના ડગલેને પગલે સુધાંશુને સાથ આપતી આવી છે. સુધાંશુના શરૂઆતના દિવસોથી મોના તેની સાથે છે. જ્યારે સુધાંશુ ફેમસ નહતો થયો  ત્યારે પણ મોના દરેક પગલે તેની પડખે રહી હતી. આવામાં મોના 'અનુપમા'થી કોઈ પણ મામલે જરાય કમ નથી. 

પત્ની મોના સાથે પહેલી મુલાકાત વિશે વાત કરતા સુધાંશુ પાંડેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું એક અન્ય યુવતી સાથે રિલેશનશીપમાં હતો, તે સમય દરમિયાન મોનાને મળ્યો હ તો. મોના એક મોડલિંગ એજન્સીમાં કામ કરતી હતી અને હું તે સમયે તેમના  Jean Franco Ferre શોનો ભાગ બન્યો હતો. ​

સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે તે મોના સાથે પહેલી મુલાકાતમાં જ ચર્ચામાં ઉતરી પડ્યો હતો. એક ચેક પેમેન્ટને લઈને બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. જો કે બાદમાં સુધાંશુ ભોઠો પડી ગયો હતો. સુધાંશુએ 22 વર્ષની ઉંમરમાં જ મોના સાથે લગ્ન કરી લીધા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link