Photos: ગુજરાતનું આ ગામડું સમગ્ર વિશ્વમાં ચર્ચાને ચગડોળે ચડ્યું; 24 કલાક વીજળી, લોકોનું વીજળીનું બિલ થઈ ગયું છે ઝીરો!

Mon, 16 Sep 2024-7:11 pm,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોમવારે ગુજરાતના ગાંધીનગરમાં ચોથા ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઈન્વેસ્ટર મીટ એન્ડ એક્સપો (RE-INVEST 2024)નું ઉદ્ધાટન કર્યું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ગુજરાતના એક ગામડાનો ઉલ્લેખ કર્યો અને તેના ખુબ વખાણ કર્યા. આ એક્સપોમાં આવેલા લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આ ગામ ભારતનું પહેલું સોલર વિલેજ છે. એટલે કે આ ગામમાં વીજળી સૂર્ય ઉર્જાથી પેદા થાય છે. 

અત્રે જણાવવાનું કે બે વર્ષ પહેલા પીએમ મોદીએ આ ગામને સોલર વિલેજ જાહેર કર્યું હતું. આ ગામ દેશનું પહેલું સોલર વિલેજ છે. આ ગામમાં ઘરોમાં આવતી વીજળીનું કોઈ કનેક્શન નથી જોવા મળતું. આ ગામના દરેક ઘરની છત પર સોલર પેનલ લાગેલી છે. ગ્રામીણો તેનાથી પેદા થયેલી વીજળીનો ઉપયોગ કરે છે. 

આ ગામ ગુજરાતના મહેસાણા જિલ્લામાં છે. જેમાં લગભગ 1300 ઘરે છે. દુનિયાભરમાં પ્રસિદ્ધ એવું સૂર્યમંદિર આ ગામમાં છે. હવે કદાચ તમે સમજી ગયા હશો કે અમે કયા ગામની વાત કરીએ છીએ. બિલકુલ સાચી વાત. અમે મોઢેરા ગામની વાત કરીએ છીએ. જે સોલર વિલેજ તરીકે પણ પ્રખ્યાત થઈ ચૂક્યું છે. કારણ કે આ ગામ હવે સૂર્યમંદિર ઉપરાંત દેશનું પહેલું સોલર વિલેજ તરીકે પણ ઓળખાય છે. અહીંના લોકો સોલર પેનલ દ્વારા વીજળી પેદા કરે છે અને તેનો ઉપયોગ કરે છે. તેનાથી અહીંના લોકોનું વીજળીનું બિલ ઝીરો થઈ ગયું છે. અનેક ઘર એવા પણ છે જ્યાં સોલર પેનલથી વીજળીનું ઉત્પાદન ખર્ચ કરતા વધુ હોય છે. આવામાં આ લોકો વીજળી વેચીને કમાણી પણ કરે છે. 

દેશના અનેક ગામોમાં આજે પણ વીજળીની સમસ્યા છે. જ્યારે આ ગામમાં 24 કલાક વીજળી રહે છે. ઘરે ઘરે સોલર પેનલ પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મળીને ખર્ચો ઉઠાવ્યો છે. તેમાં લગભગ 10 મિલિયન ડોલર (લગભગ 84 કરોડ રૂપિયા)નો ખર્ચ આવ્યો છે. આ ગામના દરેક ઘરની છત પર એક કિલોવોટની રૂફટોપ પેનલ લાગેલી છે. આ ગામમાં 6 મેગાવોટનો એક સોલર પ્રોજેક્ટ પણ છે. તેના દ્વારા એવા ઘરોમાં પણ વીજળી પહોંચાડવામાં આવે છે જેમનો વપરાશ વધુ છે. તેના કારણે આ લોકોના ઘરમાં વીજળીનું બિલ ખુબ ઓછું આવે છે.   

જો તમે પણ સોલર પેનલ દ્વારા વીજળી પેદા કરવા કે તેનો ઉપયોગ કરવા માંગતા હોવ તો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ તમારા ઘરની છત પર સોલર પેનલ લગાવડાવી શકો છો. આ યોજના હેઠળ 300 યુનિટ સુધીની વીજળી ફ્રી મળે છે. આ યોજના હેઠળ સોલર રૂફટોપ લગાવવાનો ખર્ચો લગભગ 65 હજાર રૂપિયા આવે છે. જો કે વધુ  કિલોવોટ પ્રમાણે આ ખર્ચો વધી પણ શકે છે. તેમાં આવનારા ખર્ચમાં કેન્દ્ર સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ pmsuryaghar.gov.in પર જઈને માહિતી મેળવી શકાશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link