જો પાર્ટનર કારણ વગર ઝઘડા કર્યા કરે તો સમજી જાઓ નક્કી દાળમાં કાળું! રમાઈ રહી છે માઈન્ડ ગેમ
સંબંધમાં પ્રાણ પૂરી દઈએ છતાં આપણા પાર્ટનરને આપણામાં રસ ન પડે તો સમજી લેવું ક્યાંક કઈક તો લોચો છે. અનેકવાર તેનું કારણ લગ્નેત્તર સંબંધ હોય છે પણ ક્યારેક ક્યારેક ભાવનાત્મક રીતે દગો દેવાની વાત પણ સામે આવે છે. સંબંધોમાં ભાવનાત્મક બેવફાઈ ત્યારે જોવા મળે છે જ્યારે એક પરિણીત વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ સાથે ગાઢ સંબંધમાં જતો રહે છે. જો કે અહીં એ સમજી લેવું કે શારીરિક સંબંધ હોય તે જરૂરી નથી. અનેકવાર ઈમોશનલી રીતે બીજા સાથે કનેક્ટ થઈ જવું અને બીજા વ્યક્તિ સાથે પોતાની ભાવના શેર કરવી અને વિચારો શેર કરવા સાથે પણ હોય છે. તમારા પાર્ટનરમાં જો આવું વર્તન જોવા મળે તો સમજી જજો સંકેત....
જ્યારે તમને લાગે કે તમારો પાર્ટનર તમને કોઈ મહત્વ આપતો નથી તો સમજી જવું કે સંબંધમાં પહેલા જેવું કશું નથી. તમારો સાથી તમને પહેલાની જેમ ભાવ આપતો નથી. તમારી નારાજગી સાથે તેને કોઈ ફરક પડતો નથી. આ દરમિયાન તમે તમારા વિશે જ ખરાબ વિચારવાનું શરૂ કરી દો છો. તમને લાગે છે કે તમે પાર્ટનર માટે યોગ્ય નથી.
જ્યારે તમારો સાથે વાત છૂપાવવાનું શરૂ કરી દે તો તમારે સમજી જવું કે હવે સંબંધમાં સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે તમારી નારાજગીની તેના પર કોઈ અસર નથી. કોઈ પણ સંજોગોમાં તે ત્રીજા વ્યક્તિ સાથે મિત્રતા ખતમ કરવા તૈયાર નથી.
જો તમને અચાનક એવું મહેસુસ થાય કે તમારા જીવનસાથી બદલાઈ રહ્યો છે. તો તમારે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. આવું એટલા માટે થઈ શકે કારણ કે તેનું મન હવે ત્રીજી વ્યક્તિમાં લાગ્યું છે. એકદમ વજન ઓછું કરવું, બહાર કામ માટે જવાની ઈચ્છા, અલમારી અને હેરસ્ટાઈલમાં ફેરફાર કરવો, પોતાને સવારવામાં વધારે સમય આપવો, પહેલા રસ ન હોય પણ હવે તે શોખમાં ઘૂસેલા રહેવું. હકીકતમાં આવા નાની નાની વાતો સંકેત આપતી હોય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભાવનાત્મક રીતે દુર્વ્યવહાર કરનારા વ્યક્તિ જાણી જોઈને પોતાના સાથીને મિત્રો અને પરિવારથી દૂર કરી શકે છે. જેમની સાથે તે વાતચીત કરતા હોય તેમની વચ્ચે ઈમેજ પણ ખરાબ કરી શકે છે. તે પોતાના મિત્રો અને પરિવારને એ વિશ્વાસ અપાવી શકે કે તેના સાથીને તેની કોઈ પડી નથી. નાની તકરાર કે ઝઘડાને મોટું સ્વરૂપ આપી શકે છે. હર પળ તે તમારા પર હાવી રહેવાની કોશિશ કરે છે, ગુસ્સો દેખાડીને પોતાની વાત મનાવવાની પણ કોશિશ કરે છે.