જાણો, Indian Army ની તે ખાસ રેજિમેન્ટ્સ વિશે, જેના હુંકારથી ધ્રૂજી ઉઠે છે દુશ્મન
સ્થાપના: 1758 આદર્શ વાક્ય: સ્વધર્મે નિધાનમ શ્રેય: યુદ્ધઘોષ: વીર મદ્રાસી, અડિ કોલ્લૂ, અડિ કોલ્લૂ મુખ્યાલય: વેલિંગ્ટન, તમિલનાડુ આકાર: 21 બટાલિયન
મુખ્ય વિશેષતા: મદ્રાસ રેજિમેન્ટ ભારતીય સેનાની સૌથી જૂની ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટમાંથી એક છે. આ રેજિમેન્ટના મોટાભાગના સૈનિકોનો સંબંધ તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ જેવા દક્ષિણ ભારતીય રાજ્યો સાથે હોય છે. અને કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે. પરંતુ રેજિમેન્ટના અધિકારીના રૂપમાં કોઈપણ રાજ્યના સ્થાનિકની નિયુક્તિ થઈ શકે છે.
સ્થાપના: 1761 આદર્શ વાક્ય: સ્થલ વા જલ યુદ્ધઘોષ: જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ, અને બોલ જ્વાલા માતા કી જય મુખ્યાલય: રામગઢ કેન્ટ, ઝારખંડ આકાર: 19 બટાલિયન
મુખ્ય વિશેષતા: પંજાબ રેજિમેન્ટ ભારતીય સેનાની તે સૌથી જૂની રેજિમેન્ટમાંથી એક છે જે હજુ પણ કાર્યરત છે અને તેણે વિવિધ લડાઈ અને યુદ્ધમાં ભાગ લીધો છે. આ રેજિમેન્ટે અનેક સન્માન પણ પ્રાપ્ત કર્યા છે. આ રેજિમેન્ટમાં મુખ્ય રીતે પંજાબ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના શીખ અને ડોગરા જાતિના લોકોની ભરતી કરવામાં આવે છે. જ્યારે બે બટાલિયનમાં અન્ય જાતિના લોકોની ભરતી કરવામાં આવે છે. આ રેજિમેન્ટના જનરલ પ્રાણનાથ થાપરે સર્વોચ્ય સન્માન પ્રાપ્ત કર્યુ હતુ.
સ્થાપના: 1768 આદર્શ વાક્ય: ડ્યૂટી, ઓનર, કરેજ યુદ્ધઘોષ: બોલ છત્રપતિ શિવાજી મહારાજ કી જય, તેમલાઈ માતા કી જય મુખ્યાલય: બેલગામ, કર્ણાટક આકાર: 42 બટાલિયન
મુખ્ય વિશેષતા: આ રેજિમેન્ટમાં મૂળ રીતે મહારાષ્ટ્ર અને કર્ણાટકના કુર્ગ વિસ્તારના મરાઠી ભાષાના લોકોની ભરતી કરવામાં આવે છે. આથી આ રેજિમેન્ટના સૈનિકોને ગણપત પણ કહેવામાં આવે છે. કેમ કે આ લોકો ભગવાન ગણેશની પૂજા ધામધૂમથી કરે છે. આ રેજિમેન્ટના જનરલ જોગિંદર જશવંત સિંહે સર્વોચ્ય સન્માન પ્રાપ્ત કર્યુ હતુ.
સ્થાપના: 1775 આદર્શ વાક્ય: વીર ભોગ્ય વસુંધરા યુદ્ધઘોષ: રાજા રામચંદ્ર કી જય મુખ્યાલય: દિલ્લી કેન્ટ આકાર: 19 બટાલિયન
મુખ્ય વિશેષતા: રાજપૂતાના રાઈફલ્સ ભારતીય સેનાની સૌથી જૂની રાઈફલ રેજિમેન્ટ છે. આ રેજિમેન્ટમાં સૈનિકના રૂપમાં મૂળ રીતે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાંક વિસ્તારના રાજપૂતોની ભરતી કરવામાં આવે છે. સ્વતંત્રતા પ્રાપ્તિથી અત્યાર સુધી આ રેજિમેન્ટ પાકિસ્તાન સામે અનેક લડાઈઓમાં ભાગ લઈ ચૂકી છે.
સ્થાપના: 1778 આદર્શ વાક્ય: સર્વત્ર વિજય યુદ્ધઘોષ: બોલ બજરંગ બલી કી જય મુખ્યાલય: ફતેહગઢ, ઉત્તર પ્રદેશ આકાર: 20 બટાલિયન
મુખ્ય વિશેષતા: આ રેજિમેન્ટમાં રાજપૂત, ગુર્જર, બ્રાહ્મણ, બંગાળી, મુસ્લિમ, જાટ, આહીર, શીખ અને ડોગરા જાતિના લોકોની ભરતી કરવામાં આવે છે. આ રેજિમેન્ટમાંથી ફીલ્ડ માર્શલ કે.એમ.કરિઅપ્પા અને જનરલ વિજય કુમાર સિંહે સર્વોચ્ય સન્માન પ્રાપ્ત કર્યુ હતુ.
સ્થાપના: 1795 આદર્શ વાક્ય: સંગઠન અને વીરતા યુદ્ધઘોષ: જાટ બલવાન જય ભગવાન મુખ્યાલય: બરેલી, ઉત્તર પ્રદેશ આકાર: 21 બટાલિયન
મુખ્ય વિશેષતા: જાટ રેજિમેન્ટ ભારતીય સેનાની એક ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટ છે. ભારતમાં સૌથી જૂની અને સૌથી વધારે મેડ જીતનારી રેજિમેન્ટમાંથી એક છે. સન 1839થી 1947ની વચ્ચે આ રેજિમેન્ટ 41 યુદ્ધ સન્માન મેળવી ચૂકી છે. આ રેજિમેન્ટમાં મુખ્યત્વે પશ્વિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્લીના હિંદુ જાટની ભરતી કરવામાં આવે છે.
સ્થાપના: 1813 આદર્શ વાક્ય: પરાક્રમો વિજયતે યુદ્ધઘોષ: કાલિકા માતા કી જય, બજરંગ બલી કી જય, દાદા કિશન કી જય અને જય જય દુર્ગે મુખ્યાલય: રાનીખેત, ઉત્તરાખંડ આકાર: 19 બટાલિયન
મુખ્ય વિશેષતા: કુમાઉ રેજિમેન્ટ ભારતીય સેનાની એક ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટ છે. આ રેજિમેન્ટમાં મુખ્યત્વે કુમાઉ જાતિ અને ઉત્તર ભારતના આહીર જાતિના લોકોની ભરતી કરવામાં આવે છે. આ રેજિમેન્ટમાંથી જનરલ તાપેશ્વર નારાયણ રૈનાએ સર્વોચ્ય સન્માન પ્રાપ્ત કર્યુ હતુ.
સ્થાપના: 1815 આદર્શ વાક્ય: યશ સિદ્ધિ યુદ્ધઘોષ: બોલો હિંદુસ્તાન કી જય મુખ્યાલય: સૌગૌડ, મધ્ય પ્રદેશ આકાર: 19 બટાલિયન
મુખ્ય વિશેષતા: મહાર રેજિમેન્ટ ભારતીય સેનાની એક ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટ છે. આ રેજિમેન્ટમાં મુખ્યત્વે મહારાષ્ટ્રના મહાર જાતિના લોકોની ભરતી કરવામાં આવે છે. આ રેજિમેન્ટમાંથી જનરલ કે વી કૃષ્ણા રાવ અને જનરલ કૃષ્ણસ્વામી સુંદરજીએ સર્વોચ્ય સન્માન પ્રાપ્ત કર્યુ હતુ.
સ્થાપના: 1815 આદર્શ વાક્ય: કાયર હુનુ ભન્દા મર્નુ રામ્રો, શૌર્ય અને નિષ્ઠા, યત્રાહમ વિજયસ્તત્ર: યુદ્ધઘોષ: જય મહાકાલી, આયો ગોરખાલી મુખ્યાલય: આ રેજિમેન્ટના વિવિધ ભાગોનું અલગ-અલગ મુખ્યાલય છે.
મુખ્ય વિશેષતા: ગોરખા રેજિમેન્ટમાં મૂળ રીતે નેપાળી મૂળના ગોરખા લોકોને સામેલ કરવામાં આવે છે. હાલના સમયમાં આ રેજિમેન્ટના 11 ભાગ છે. જેમને ક્રમશ: 1 ગોરખા રેજિમેન્ટ, 2 ગોરખા રેજિમેન્ટ, 3 ગોરખા રેજિમેન્ટ વગેરે નામથી ઓળખવામાં આવે છે. આ રેજિમેન્ટમાંથી જનરલ દલબીર સિંહ અને જનરલ બિપિન રાવતને સર્વોચ્ય સન્માન પ્રાપ્ત થયું છે. જેમાં જનરલ બિપિન રાવત હાલમાં ભારતના સીડીએસ એટલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કાર્યરત છે.
સ્થાપના: 1846 આદર્શ વાક્ય: નિશ્વય કર અપની જીત કરું યુદ્ધઘોષ: જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ મુખ્યાલય: રામગઢ કેન્ટ, ઝારખંડ આકાર: 19 બટાલિયન
મુખ્ય વિશેષતા: શીખ રેજિમેન્ટ પોતાના મોટાભાગના સિપાઈ અને અધિકારી શીખ સમુદાયમાંથી ભરતી કરે છે. આ રેજિમેન્ટમાંથી જનરલ બિક્રમ સિંહને સર્વોચ્ય સન્માન પ્રાપ્ત થયું છે.
સ્થાપના: 1877 આદર્શ વાક્ય: કર્તવ્યં અન્વાત્મા યુદ્ધઘોષ: જ્વાલા માતા કી જય મુખ્યાલય: ફૈઝાબાદ, ઉત્તર પ્રદેશ આકાર: 19 બટાલિયન
મુખ્ય વિશેષતા: આ ભારતીય સેનાનું એક ઈન્ફેન્ટ્રી યુનિટ છે. જે 17મી ડોગરા રેજિમેન્ટના રૂપાં પૂર્વવર્તી બ્રિટીશ ભારતીય સેનાનો એક ભાગ હતી. આ રેજિમેન્ટ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના પહાડી વિસ્તારોમાં ડોગરા લોકોની ભરતી કરે છે. આ રેજિમેન્ટમાંથી જનરલ નિર્મલ ચંદર વિજને સર્વોચ્ય સન્માન પ્રાપ્ત થયું છે.
સ્થાપના: 1887 આદર્શ વાક્ય: યુદ્ધ કીર્તિ નિશ્વય યુદ્ધઘોષ: બદ્રી વિશાલ કી જય મુખ્યાલય: લેન્સડોન, ઉત્તરાખંડ આકાર: 20 બટાલિયન
મુખ્ય વિશેષતા: ગઢવાલ રાઈફલ્સ ભારતીય સેનાની એક ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટ છે. આ રેજિમેન્ટમાં મુખ્યત્વે ઉત્તરાખંડના ગઢવાલી જાતિના લોકોની ભરતી કરવામાં આવે છે.
સ્થાપના: 1941 આદર્શ વાક્ય: અસમ વિક્રમ યુદ્ધઘોષ: રાઈનો ચાર્જ મુખ્યાલય: હેપ્પી વેલી, મેઘાલય આકાર: 22 બટાલિયન
મુખ્ય વિશેષતા: અસમ રેજિમેન્ટ ભારતીય સેનાની એક ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટ છે. આ રેજિમેન્ટમાં મુખ્ય રીતે ઉત્તર-પૂર્વી ભારતના 7 રાજ્યોના લોકોની ભરતી કરવામાં આવે છે.
સ્થાપના: 1941 આદર્શ વાક્ય: કરમ હી ધરમ યુદ્ધઘોષ: જય બજરંગબલી મુખ્યાલય: દાનાપુર, બિહાર આકાર: 19 બટાલિયન
મુખ્ય વિશેષતા: બિહાર રેજિમેન્ટ ભારતીય સેનાની એક ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટ છે. આ રેજિમેન્ટનું મુખ્યાલય દાનાપુર છાવણી ભારતની બીજી સૌથી જૂની છાવણી છે. આ રેજિમેન્ટમાં સૈનિકોના રૂપમાં બિહાર, ઝારખંડ, ઓડિશા, ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોની ભરતી કરવામાં આવે છે.