કોણ બન્યું મિસ યુનિવર્સ? કયા સવાલના જવાબે અપાવ્યો મિસ યુનિવર્સનો તાજ?...
અમેરિકાના એટલાન્ટામાં રવિવારે આયોજિત મિસ યુનિવર્સ સ્પર્ધામાં દક્ષિણ આફ્રિકાની ઝોઝિબિની તુન્ઝીના(Zozibini Tunzi) વિજેતા બની છે. આ સ્પર્ધામાં દુનિયાની 90 સુંદરીઓ વચ્ચે ટક્કર હતી, જેમાં દક્ષિણ આફ્રિકાની ઝોઝિબિની(Zozibini Tunzi) બ્રહ્માંડની સુંદરી બની છે. ઝોઝિબિનીના નામની જાહેરાત થતાં જ તે ભાવુક બની ગઈ હતી અને તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા.
Miss Universe 2018 કેટરિના ગ્રેએ ઝોઝિબની તુન્ઝીને(Zozibini Tunzi) મિસ યુનિવર્સનો તાજે પહેરાવ્યો હતો.
મિસ યુનિવર્સની ફાઈનલમાં પહોંચેલી ત્રણેય કોન્ટેસ્ટન્ટને એક જ સવાલ પુછવામાં આવ્યો હતો. તેમને પુછવામાં આવ્યું હતું કે, એ કઈ જરૂરી વસ્તુ છે જે આજના સમયમાં આપણે યુવતીઓને શિખવાડવી જોઈએ? તેના અંગે ઝોઝિબિનીએ(Zozibini Tunzi) કહ્યું કે, 'સૌથી જરૂરી બાબત છે નેતૃત્વ કરવું, જે આપણે યુવતીઓને શિખવાડવું જોઈએ. નેતૃત્વ કરીને પોતાની જગ્યા બનાવવાથી મહત્વનું બીજું કશું જ નથી.' આ જવાબે ઝોઝિબિનીને મિસ યુનિવર્સનો તાજ અપાવી દીધો હતો.
26 વર્ષની ઝોઝિબિની(Zozibini Tunzi) જાતિય ભેદભાવ સામે સક્રિય રીતે લડત લડતી કાર્યકર્તા તરીકે ઓળખાય છે. તે સોશિયલ મીડિયા પર જાતિયતા સંબંધિત રીત-રિવાજો વિરુદ્ધ અભિયાન પણ ચલાવી ચુકી છે.
આ અગાઉ દક્ષિણ આફ્રિકાની ડેમી લે નેલ પીરટર્સ 2017માં મિસ યુનિવર્સનો તાજ જીતી ચુકી છે.
ઝોઝિબિનીએ(Zozibini Tunzi) કેપ પેનિનસુલા યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેની સાથે જ તેમણે ઈમેજ મેનેજમેન્ટ અને પબ્લિક રિલેશન્સમાં પણ ગ્રેજ્યુએશન કર્યું છે.
ઝોઝિબિનીએ(Zozibini Tunzi) હંમેશાં કુદરતી સુંદરતાની તરફેણ કરી છે અને મહિલાઓને પોતાની જાતને પ્રેમ કરવા માટે પ્રોત્સાહિત કરી છે.
મિસ યુનિવર્સનો તાજ જીતનારી ઝોઝિબિની દક્ષિણ આફ્રિકાની ત્રીજી મહિલા છે. સૌથી પહેલા લીલા લોપેઝે આ ટાઈટલ જીત્યું હતું, જે પ્રથમ અશ્વેત મહિલા હતી. ત્યાર પછી 2011માં લીલી લોપેઝ 2011માં મિસ યુનિવર્સ બની હતી.
ઝોઝિબિની(Zozibini Tonzi) આ અગાઉ મિસ સાઉથ આફ્રિકા-2019નો તાજ પણ જીતી ચુકી છે.
ભારતની વર્તિકા સિંહ પણ જોજિબિની સાથે ટોપ-20માં સામેલ થઈ હતી. જોકે ત્યાર પછી તે સ્પર્ધામાંથી ફેંકાઈ ગઈ અને ટોપ-10માં પણ આવી શકી નહીં.
મિસ યુનિવર્સનો તાજ જીતવા માટે અંતિમ બે ફાઈનલિસ્ટ ઝોઝિબિની અને પ્યુર્ટો રિકો મેડિસન પસંદ થઈ હતી.
ઝોઝિબિની સામાજિક કાર્યકર્તા છે અને સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવતી રહી છે.
દર વર્ષે મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડ એમ બે સ્પર્ધાઓ યોજાય છે, જેમાં દુનિયાની સૌથી સુંદર મહિલા પસંદ કરાતી હોય છે.