Aadhar Card Update: આધાર કાર્ડને આ તારીખ સુધીમાં FREEમાં કરો અપડેટ, આ તક ફરીથી નહીં મળે!

Sun, 25 Aug 2024-12:06 pm,

ઘણીવાર લોકો પોતાના આધાર કાર્ડમાં ભૂલથી ખોટી માહિતી લખી દે છે. કેટલાક લોકો તેમના નામમાં અને કેટલાક તેમના ઘરના સરનામામાં ભૂલ કરે છે. પરંતુ આ દસ્તાવેજ દરેક જગ્યાએ ઉપયોગી છે, તેથી તેમાં આપવામાં આવેલી માહિતી એકદમ સાચી હોવી જોઈએ. આધાર કાર્ડમાં જે માહિતી દાખલ કરવામાં આવી છે તે જ અન્ય દસ્તાવેજોમાં પણ હોવી જોઈએ.

જોકે, ગભરાવાની જરૂર નથી. જો તમારા આધાર કાર્ડમાં ખોટી માહિતી છે અને તમે તેને સુધારવા માંગો છો, તો તમે તેને અપડેટ કરાવી શકો છો. આ સિવાય 10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરવું પણ જરૂરી છે. તમે 14 સપ્ટેમ્બર સુધી તમારું આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરી શકો છો, તેના માટે કોઈ ચાર્જ લાગશે નહીં.

UIDAIએ તેના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પરથી એક ટ્વિટમાં સંપૂર્ણ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે મફત આધાર અપડેટની તારીખ 14 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ આ તારીખ 14 જૂન, 2024 હતી. My Aadhaar પોર્ટલ પર મફત આધાર સેવાઓ ઉપલબ્ધ છે. 

જો તમે આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરી શકતા નથી, તો તમે આધાર કેન્દ્રની મુલાકાત લઈને ઓફલાઈન મોડ દ્વારા પણ આધાર અપડેટ કરી શકો છો. પરંતુ આ માટે તમારે 50 રૂપિયા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ ઓનલાઈન મોડમાં તમે ફ્રીમાં અપડેટ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે જો તમારું નામ, સરનામું અથવા જન્મતારીખ તમારા આધાર કાર્ડમાં ખોટી રીતે નોંધાયેલ છે, તો તમારે તેને અપડેટ કરવું જોઈએ. જો તમે અપડેટ નહીં કરો તો બાકીના દસ્તાવેજો તૈયાર કરવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link