iPhone યૂઝર્સ માટે ખુશખબરી, iOS 17.4 અપડેટમાં યૂઝર્સને મળશે 5 ધમાકેદાર ફીચર્સ

Sun, 03 Mar 2024-4:48 pm,

ફોન ચોરી થતાં હવે પરેશાન થવાની જરૂર નથી. iOS 17.4 માં નવું  Stolen Device Protection ફીચર આવી રહ્યું છે. આ ફેસ આઇડી અને તમારી અંગત જાણકારીનો ઉપયોગ કરીને ચોરોને તમારા ફોન સુધી પહોંચતા અટકાવશે. 

જો તમે Apple ના નવા Vision Pro હેડસેટનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે iOS 17.4ની જરૂર પડશે. આ અપડેટમાં ઇગ્નોર ડબલ ટેપ ફીચર સામેલ છે. આ સુવિધા તમને તમારા Vision Pro હેડસેટને તમારા iPhone સાથે સરળતાથી કનેક્ટ કરવામાં મદદ કરશે.

આ અપડેટ સાથે તમે તમારા iPhone ની બેટરી હેલ્થ વિશે વધુ જાણી શકશો. iOS 17.4 માં સુધારેલ બેટરી હેલ્થ ફીચર દ્વારા તમે શોધી શકશો કે તમારી બેટરી કેટલી સારી રીતે કામ કરી રહી છે અને તેને ક્યારે બદલવાની જરૂર પડશે.

આ અપડેટ પછી ડ્રાઇવિંગ કરતી વખતે ફોનનો ઉપયોગ કરવો થોડો સરળ થઈ જશે. iOS 17.4 અપડેટ તમે કારપ્લેનો ઉપયોગ કરવાની રીતને સુધારશે, ખાસ કરીને ડ્યુઅલ સ્ક્રીનવાળી કારમાં. આ યૂઝર્સ માટે નેવિગેટ કરવાનું સરળ બનાવશે.

યૂરોપીય સંઘના નવા નિયમોના લીધે હવે તમે તમારા iPhone પર પહેલાંથી ઇંસ્ટોલ એપ્સ ઉપરાંત અન્ય એપ્સ પણ ડાઉનલોડ કરી શકશો. જોકે હોમ સ્ક્રીન પર એપ્સને રાખવાની પાબંધી પણ લાગૂ રહેશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link