વર્ષો જૂની છે ડાલ લેકમાં તરતી પોસ્ટ ઓફિસ, 2011માં મળ્યું આ નામ

Fri, 17 May 2019-4:42 pm,

આજે અમે તેમને એક એવી પોસ્ટ ઓફિસ વિશે જણાવી રહ્યાં છે જે જાણીને તમે દંગ રહી જશો. અમે જે પોસ્ટ ઓફિસની વાત કરીએ છે તે ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ છે જે કાશ્મીરના પ્રસિદ્ધ ડાલ લેક પર ઉપસ્થિત છે.

આમ તો આ અગ્રેજોના સમયથી પોસ્ટ ઓફિસ છે. પરંતુ આ પોસ્ટ ઓફિસને સ્થાઇ રૂપથી ઓગસ્ટ 2011માં ફ્લોટિંગ પોસ્ટ ઓફિસનું નામ મળ્યું છે. ત્યારથી આ દેશભરમાં પર્યટકોને આકર્ષિત કરે છે. જો કે, આ રાજ્યના પર્યટન માટે એક વરદાન છે. આ પોસ્ટ ઓફિસ એક વિશાળ બોટમાં બનાવવામાં આવી છે. જેને જોવા માટે લોકો દુર દુરથી આવે છે.

આ પોસ્ટ ઓફિસમાં તે બધા જ કામકાજ થયા છે, જે બીજી સામાન્ય પોસ્ટ ઓફિસમાં થયા છે. જોકે, આ પોસ્ટ ઓફિસ અન્ય પોસ્ટ ઓફિસથી થોડી અલગ છે. આ પોસ્ટ ઓફિસની ટપાલ સ્ટેમ્પ પર તારીખ તેમજ સરનામા સાથે નાવિકનો ફોટો હોય છે. પરંતુ તેને વર્ષ 2011માં નવું નામ ‘ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ’ આપવામાં આવ્યું છે.

ડાલ લેકના હાઉસ બોટમાં રોકાતા પર્યટકો અને ત્યાં ફરવા આવેલા પર્યટક તેમના મિત્રો-પરિવારજનોને પોસ્ટ મોકલવા માટે તેનો ઉપયોગ કરે છે. અહીં લોકો આ પોસ્ટ ઓફિસની બચત યોજનાઓનો લાભ પણ ઉઠાવે છે. તેમજ પોતાની મહેનતની કમાણી ભેગી કરે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link