Gold in Mobile: નકામો સમજીને ફેંકી ન દેતા તમારો જૂનો મોબાઈલ....કારણ કે તેમાં છૂપાયેલું છે કિંમતી સોનું
મોબાઈલમાં અન્ય ધાતુઓની જેમ સોનાનો પણ ઉપયોગ થાય છે. જે ખુબ ઓછી માત્રામાં હોય છે.
ટેક કંપની યુમિકોરના જણાવ્યાં મુજબ 35 જૂના મોબાઈલમાંથી તમે કુલ 1 ગ્રામ સોનું કાઢી શકો છો.
તેનો અર્થ એ થયો કે એક ટન એટલે કે લગભગ 1060 કિલોગ્રામ બેટરી વગરના મોબાઈલ ફોનમાંથી 300 ગ્રામ સોનું કાઢી શકાય છે.
મોબાઈલમાં ફક્ત સોનું નહીં પરંતુ સિલ્વર કોપર, ટંગસ્ટન, ટેન્ટલમ વગેરે ધાતુઓનો પણ ઉપયોગ થાય છે. મોબાઈલમાં ગોલ્ડનો ઉપયોગ નાના કનેક્ટર્સ અને આઈસી બોર્ડમાં થાય છે.
એક અંદાજા મુજબ એક મોબાઈલ ફોનમાંથી 50 મિલિગ્રામ સોનું નીકળી શકે છે.